USA આ રીતે બદલાઈ રહ્યું છે। ત્યાં ઘુસતા પહેલા હવે 100 વાર વિચાર કરજો। વિડિયો જુઓ


  • Published By :
  • Published Date : 2025-02-19 18:29:34

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. જેમાં થોડા થોડા દિવસનાં અંતરે જ ત્રણ વિમાન ભરીને ભારતના પણ અનેક લોકોને પાછા મોકલ્યા છે. અમેરિકા તેની જગ્યાએ સાચુ છે ગેરકાયદેસર રીતે કોઈ પોતાના દેશમાં વસે અને તેના કારણે પોતાના દેશનાં નાગરિકોની રોજગારી છીનવાતી હોય તેમજ બીજી પણ ઘણી બધી સમસ્યાઓ વધતી હોય તો આવામાં અમેરિકા દ્વારા લેવાયેલો નિર્ણય તેમની દ્રષ્ટિએ સાચો છે.

પરંતુ હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. જે રીતે ભારતીયોને પાછા મોકલાઈ રહ્યા છે એ વ્યવહાર કેટલી હદે યોગ્ય છે? એકતરફ અમેરિકા ભારતને પોતાનુ મિત્ર બતાવી રહ્યુ છે અને બીજી તરફ એ જ અમેરિકા ભારતીય નાગરિકોને સામાન્ય અને સરળ રીતે પાછા નહીં મોકલીને તેઓને અડધૂત કરીને હાથ અને પગમાં બેડીઓ પહેરાવીને મોકલે છે. આનાથી પણ વધારે પંજાબના પરત ફરેલા નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને અને કેટલો ખરાબ વ્યવહાર કરીને  તેમને પાછા મોકલયા છે. ભારતના જે શીખ નાગરિકો છે જેમના માટે તેમનાં માથા પરની પાઘડી એ પોતાના આત્મ સમ્માનનું પ્રતિક છે એ પાઘડી અમેરિકા દ્વારા ઉતરાવવામાં આવે છે

ટ્રમ્પ દ્વારા કહેવાઈ રહ્યુ છે કે, ભારત સાથેના તેમના સંબંધો હવે વધુ ગાઢ થઈ રહ્યા છે. તો મિત્ર દેશનાં નાગરિકો સાથે આટલો ખરાબ વ્યવહાર શા માટે? 

અન્ય દેશોની સરખામણીએ ભારતનાં નાગરિકો સાથે થોડુ નરમ વલણ અપનાવીને સીધી સરળ રીતે જો ભારત પાછા મોકલ્યા હોત તો એમની ગાઢ મિત્રતા વાાળો શબ્દ સાર્થક સાબિત થાત.







ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .