કોરોના સંક્રમણ વચ્ચે ચીન સરકારનો આ નિર્ણય પડી શકે છે ભારે, જાણો શું લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-09 12:08:38

ચીનમાં કોરોના સંકટ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ચીનમાં વધતા કોરોના સંકટને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અનેક લોકો મોતને પણ ભેટી રહ્યા છે. ચીનમાં કોરોના સંક્રમણ વઘી રહ્યું છે પણ ચીન સરકાર પ્રતિબંધો લગાવાને બદલે પ્રતિબંધો હટાવી રહી છે. સરકારે તમામ પ્રતિબંધો હટાવી દીધા છે. ચીને પોતાની તમામ બોર્ડર પણ ખોલી દીધી છે.       

Corona explosion in China about 220000 new cases - ચીનમાં કોરોના વિસ્ફોટ, 1  જાન્યુઆરી સુધી એક સપ્તાહમાં આવ્યા લગભગ 2,20,000 નવા કેસ – News18 Gujarati

ચીને હટાવ્યા તમામ પ્રતિબંધો 

ચીનમાં એક તરફ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. વધતા કોરોના કેસને લઈ બીજા દેશોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે થોડા સમય બાદ લૂનાર વર્ષ આવવાનું છે. લૂનાર નવ વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ચીન આવતા હોય છે. જેને કારણે ચીને કોરોના પર પ્રતિબંધો લગાવવાની બદલીમાં નિયંત્રણો હળવા કરી દીધા છે. તમામ બોર્ડર ખોલી દીધી છે. લાખો લોકો આ દરમિયાન મોટા શહેરોથી લઈ નાના ગામડાની મુલાકાત લેશે. આ દરમિયાન કોરોના સંક્રમણ ઝડપથી વધી શકે છે તેવી આશંકા સેવાઈ રહી છે.

ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે કોરોના!, લોકડાઉન પણ કામ ન લાગ્યું, શાંઘાઈમાં  3ના મોત

The peak of Corona in China will come on 13 Jan. 37 lakh new cases per day  | Sandesh

અંતિમ સંસ્કાર માટે જોવા મળી લાંબી કતાર

ચીનમાં રોકેટગતિએ કોરોના કેસ વધી રહ્યા છે. વિશ્વના અનેક દેશોએ ચીન પર કોરોનાના આંકડા છૂપાવાનો આરોપ લગાવ્યો છે. કોરોનાના સાચા આંકડા ચીન કદી આપતું નથી. ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ડોક્ટરો પર પણ દબાણ કરવાની શરૂઆત કરી દીધી છે. મળતી  માહિતી અનુસાર કોરોનાથી જો મોત થઈ હોય તો તેનું કારણ ન આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમિતોની સંખ્યા તો વધી રહી છે પરંતુ સ્મશાન બહાર પણ અંતિમ સંસ્કાર કરવા માટે લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે.   

  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે