આ વખતે કર્ણાટકમાં ઘડાશે લોકસભા ચૂંટણીને લઈ રણનીતિ! આ તારીખે આયોજીત થવાની છે વિપક્ષી એકતા બેઠક


  • Published By :
  • Published Date : 2023-07-12 16:07:54

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટીએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીમાં એકતા આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા વિપક્ષી પાર્ટી દ્વારા એકતા બેઠક કરવામાં આવી હતી જેમાં અનેક પાર્ટીના નેતાઓનો સમાવેશ થયો હતો. ત્યારે ફરી એક વખત બેઠકનું આયોજન થવાનું છે જે કર્ણાટકના બેંગ્લુરૂમાં આયોજીત થવાની છે. 24 જેટલી પાર્ટીઓ આ બેઠકમાં સામેલ થઈ શકે છે. કોંગ્રેસે આ બેઠક બોલાવી છે, જે 17-18 જુલાઈના રોજ આયોજીત થવાની છે.

  

પહેલી બેઠક મળી હતી પટનામાં 

કેન્દ્રમાં હાલ ભાજપની સત્તા છે. ભાજપ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનો વિરોધ રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવતો હોય છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષમાં એકતા આવે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 23 જૂનના રોજ પટનામાં વિપક્ષના નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી. તે બેઠકમાં અનેક રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા. મુખ્યમંત્રી નિતીશ કુમારના નિવાસસ્થાને મળેલી બેઠકમાં જનતા દળ યુનાઈટેડના નિતીશ કુમાર, રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ, કોંગ્રેસ તરફથી આ બેઠકમાં સામેલ થવા રાહુલ ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે આવશે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, તે સિવાય શિવસેના તરફથી ઉદ્ધવ ઠાકરે, પીડીપીના મહબૂબા મૂફ્તી તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જી હાજર રહ્યા હતા. ત્યારે આ વખતની બેઠકમાં પણ 24 જેટલી રાજકીય પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ વખતે કર્ણાટકમાં બેઠક બોલાવાઈ છે. 


સોનિયા ગાંધી બેઠકમાં થઈ શકે છે સામેલ 

વિપક્ષી એકતા બેઠકમાં 24 જેટલી રાજકીય પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં MDMK, KDMK, VCK, RSP,ફોરવર્ડ બ્લોક, IUML,કેરળ કોંગ્રેસ (જોસેફ) અને કેરળ કોંગ્રેસ (મણિ) ના નામનો સમાવેશ થાય છે. 18  જુલાઈના રોજ સત્તાવાર રીતે નેતાઓ મળશે, પરંતુ બેઠકના એક દિવસ પહેલા એટલે કે 17 જુલાઈના રોજ ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. નેતાઓ અનઔપચારિક રીતે બેઠક કરશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં સોનિયા ગાંધી પણ સામેલ થઈ શકે છે. મલ્લિકાર્જુન ખડગે બંને દિવસની બેઠકમાં હાજર રહેવાના છે. ત્યારે 2024માં થનારી લોકસભાની ચૂંટણી કયા મુદ્દે લડવી, તેમજ કેવી રીતે ભાજપને હરાવી તે મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ શકે છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે