Waqf સુધારા બિલ માટે રચાયેલી JPCમાં આમનો કરાયો સમાવેશ, જાણો કોને આપવામાં આવી જવાબદારી?


  • Published By :
  • Published Date : 2024-08-09 18:03:19

વકફ સંશોધન ખરડો 2024ને લઈને ખુબ મહત્વના સમાચાર સામે આવ્યા છે. લોકસભામાં આ ખરડાને લઈને હવે JPC એટલે કે જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીમાં ક્યા સાંસદો હશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. આ કમિટીમાં રાજ્યસભાના પણ સદસ્યો હશે . સરકારે ગઈકાલે જ લોકસભામાં આ ખરડાને JPCને મોકલવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.  ગઈકાલે આને સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો.  

કેન્દ્ર સરકારે આ ખરડાને લઈ જાહેરાત કરી.. 

કેન્દ્ર સરકારના લઘુમતી બાબતોના મંત્રી કિરણ રીજ્જુ દ્વારા લોકસભામાં વકફ સંશોધન ખરડો ગઈકાલે રજૂ કરવામાં આવ્યો. ત્યારે વિપક્ષના સાંસદોએ ગૃહમાં આ ખરડા પર ચર્ચા દરમિયાન ખુબ હોબાળો કર્યો હતો. જોકે આ પછી કેન્દ્ર સરકારે લોકસભામાં આ ખરડાને જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીને મોકલવાની જાહેરાત કરી હતી. તો હવે આ JPCના નિર્માણ માટે 31 સદસ્યોની નિમણુંક કરી દેવામાં આવી છે . જેમાં 21 સાંસદો લોકસભાના હશે જ્યારે 10 સાંસદો રાજ્યસભાના હશે . આ જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીની સામે આ વક્ફ ખરડાના બધા જ સુધારા રાખવામાં આવશે તેની પર ચર્ચા થશે , વિચાર થશે . આ JPCમાં બધા જ રાજકીય પક્ષોના પ્રતિનિધિ હાજર રહેશે. 




કોણ કોણ છે  JPCના સદસ્યો?

વાત કરીએ JPCના સદસ્યોની તો બીજેપી તરફથી તેમાં જગદંબિકા પાલ , તેજસ્વી સૂર્યા , નિશિકાંત દુબે , અભિજીત ગંગોપાધ્યાય , સંજય જયસ્વાલ, ડી.કે.અરુણા હશે . આ ઉપરાંત વિપક્ષ તરફથી ઇમરાન મસૂદ , ગૌરવ ગોગોઈ , મોહમ્મદ જાવેદ , કલ્યાણ બેનર્જી , એ રાજા વગેરે સાંસદો આ JPCમાં વક્ફ સંશોધન ખરડાની તપાસ કરશે. આ બધામાં 1 ચેરમેન પણ હશે . આ JPC પાસે 4 મહિનાનો સમય હશે , ઉપરાંત તમામ સ્ટેક હોલ્ડર સાથે વાતચીત કરવામાં આવશે. પોઇન્ટ બાય પોઇન્ટ ચર્ચા થશે. પછી જે સૂચન આવશે તેની એક યાદી બનાવવામાં આવશે તેની યાદી પરથી એક રિપોર્ટ બનાવવામાં આવશે . આ રિપોર્ટ બંને ગૃહોમાં જમા કરાવવામાં આવશે. એક વસ્તુ ચોક્કસ છે કે , ગઠબંધન યુગમાં પૂર્ણ બહુમત સાથે પાસ કરાવવાની જગ્યાએ સરકારે આ બિલને JPCને મોકલવાનું પસંદ કર્યું છે . કહેવાઈ રહ્યું છે કે , સાથી પક્ષો JDU અને TDPનું સરકાર પર JPC ગઠન માટે દબાણ હતું. 



ક્યારે બનાવામાં આવે છે  જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટી?

વાત કરીએ આ JPCની એટલે કે જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીની તો તે સંસદમાં કોઈ બિલની તપાસ માટે બનાવવામાં આવે છે . આ JPCમાં બેઉ પક્ષો સત્તાધારી અને વિરોધ પક્ષના સાંસદો હોય છે . સભ્ય સંખ્યા પર કોઈ લિમિટ હોતી નથી . આના કોઈ પણ સૂચનો એ સરકાર પર બાધ્ય નથી હોતા . ભુતકાળમાં આ જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીએ બોફોર્સ કૌભાંડ 1987 , હર્ષદ મહેતાનું સ્ટોક માર્કેટ સ્કેમ 1992 , કેતન પારેખ સ્કેમ 2001, આ પછી નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન 2016 વખતે અને છેલ્લે 2019માં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પર બનાવવામાં આવી હતી. તો જોઈએ આ JPCનો રિપોર્ટ વક્ફ સંશોધન ખરડા પર કેવો હશે?



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .