ઉત્તરાખંડના જોશીમઠ પર વધતો ખતરો, પરિવારોને કરાઈ રહ્યા છે શિફ્ટ


  • Published By :
  • Published Date : 2023-01-07 14:29:29

ભારતમાં અનેક પવિત્ર યાત્રાધામ આવેલા છે. તેમાંથી ઉત્તરાખંડમાં આવેલા તીર્થસ્થાનોમાં વિશેષ મહત્વ રહેલું છે. ઉત્તરાખંડમાં જોશીમઠનું વિશેષ મહત્વ રહેલું છે. પરંતુ ત્યાં બનતી ઘટનાઓને કારણે ચિંતાનો વિષય બની છે.  રસ્તાઓ પર તેમજ ઘરોમાં લાંબી લાંબી તિરાડો પડી રહી છે. તિરાડો પડવાને કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ઉઠી છે. 

Image


મુખ્યમંત્રીએ લીધી ઘટનાસ્થળની મુલાકાત 

ઉત્તરાખંડમાં જમીન અને પર્વતો ઘસી રહ્યા છે. ઘરોમાં તિરાડો પડી રહી છે. જોશીમઠ પર સંકટ સતત વધી રહ્યું છે. આડેધડ બાંધકામ, વહેતી નદીઓના કારણે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે.  જોશીમઠ પર ખતરો વધતા મુખ્યમંત્રી એક્ટિવ થઈ ગયા છે. જોશીમઠની મુલાકાત લેવા અને ઘટના સ્થળની હાલત જોવા મુખ્યમંત્રી પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 


561 ઘર થયા છે પ્રભાવિત 

જોશીમઠમાં જમીન ધસવાને કારણે 561 ઘરોમાં તિરાડ પડી ગઈ છે. ત્યાં થતા તમામ કામોને તાત્કાલિક રોકવા આદેશ આપવામાં આવ્યો છે.  જોશીમઠની આવી પરિસ્થિતિ માટે જવાબદાર એનટીપીસીની હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલ અને ચારધામ ઓલ વેધર રોડ નિર્માણને કારણે આ બની રહ્યું છે. આ બાંધકામને કારણે આ દુર્ઘટના સર્જાઈ રહી છે તેવું માનવામાં આવી રહ્યું છે. 


આદિગુરૂ શંકરાચાર્યની આવી છે ગાદી

જોશીમઠમાં થતા ભૂસ્ખલનની અસર જ્યોતિર્મઠ પર પણ જોવા મળી રહી છે. ત્યાંના પ્રભારીએ જણાવ્યું કે પરિસરમાં આવેલા ભવનો, લક્ષ્મી નારાયણ મંદિરની આસપાસ મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે. આ પરિસરમાં ટોટકાર્ચાર્ય ગુફા, ત્રિપુર સુંદરી રાજરાજેશ્વરી મંદિર અને જ્યોતિષ પીઠને આદિગુરૂ શંકરાચાર્યની ગાદી આવેલી છે. 

 

તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે સર્વે 

થોડા વર્ષો પહેલા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું હતું પરંતુ તે વખતે ઘ્યાન આપવામાં ન આવ્યું હતું. આ ઘટનાને લઈ ચેતવણી આપવામાં આવી હતી. દિવસનો સમય તો પસાર થઈ ગયા છે પરંતુ આવી પરિસ્થિતિમાં રાતનો સમય પસાર કરવો ઘણો મુશ્કેલ બની રહે છે. આટલી ઠંડીમાં લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. ભૂર્ગમાં જળ સતત લીકેજ થઈ રહ્યું છે.  વહીવટીતંત્ર અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ ડોર-ટુ-ડોર સર્વે પણ કર્યો હતો.  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.