મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યો ધમકીભર્યો ફોન, સુરક્ષા એજન્સી એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-02-07 12:50:39

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટોને લઈ અનેક સમાચાર સામે આવતા હોય છે. ફ્લાઈટને ઉડાવાની ધમકી મળતી હોય છે જેને કારણે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાતી હોય છે. ત્યારે  મુંબઈના છત્રપતી શિવાજી મહારાજ અંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ધમકી ભર્યો ફોન આવ્યો હતો. હમલાની ધમકી મળતા એરપોર્ટ તંત્ર સર્તક થઈ ગયું હતું. ફોન કરનાર પોતાની ઓળખ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાની આપી. ધમકીભર્યો ફોન આવ્યો હતો જેને કારણે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે.     


હમલાની ધમકી મળતા એરપોર્ટ પર વધારાઈ સુરક્ષા 

આ અંગે મળતી માહિતી અનુસાર એરપોર્ટ સેન્ટર પર અંદાજીત રાતના 10 વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ ઈરફાન અહમદ શેખ બતાવ્યું અને કહ્યું કે તે ઈન્ડિયન મુજાહિદ્દિન નામના આતંકી સંગઠનનો સદસ્ય છે. પોતાની જાણકારી આપ્યા બાદ કોડ ભાષામાં તેમણે વાત કરી પરંતુ ફોન ઉઠાવનાર વ્યક્તિ તે સમજવામાં અસમર્થ રહ્યો. એરર્પોર્ટ પર આ પ્રકારનો ફોન આવવાની જાણકારી મુંબઈ પોલીસને આપવામાં આવી હતી. જાણકારી મળતા જ પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. અને ફોન કોણે કર્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. તે પહેલા કેરળની એક મહિલાએ બેંગ્લુરૂ એરપોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી આપી હતી. આ ધમકી મળતા પોલીસ સતર્ક થઈ છે અને આ ફોન કોણે કર્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.