16 દિવસના શ્રાદ્ધનો આજે છેલ્લો દિવસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 10:56:08

હિંદુ શાસ્ત્રો પ્રમાણે મનુષ્યને 3 ઋણ ચૂકવવાના હોય છે. એક છે દેવ ઋણ, બીજુ છે પિતૃ ઋણ અને ત્રીજુ છે ઋષિ ઋણ. પોતાના પિતૃઓને યાદ કરવાનો શ્રેષ્ઠ સમય છે પિતૃપક્ષ. શ્રાદ્ધના દિવસોમાં  જીવાત્મા પિતૃલોક છોડી ધરતીલોક પર આવીને તૃપ્તિની ઝંખના કરે છે. શ્રાદ્ધ દરમિયાન પરિવારના સભ્યો પોતાના વડીલોને યાદ કરી તેમની પાછળ તર્પણ તેમજ પિંડદાન કરે છે. ભાદરવા સુદ પૂનમથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે. સર્વ પિતૃ અમાસ સુધી એટલે કે 16 દિવસ શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય છે. તે દરમિયાન પિતૃઓને તૃપ્ત કરવા તર્પણ કરવામાં આવે છે.

   Pitru Paksha 2021 Shradh Tarpan Vidhi Method Of Worshiping know how to do  Shardh And Tarpan : पितृ पक्ष 2021: पितरों को प्रसन्न करने के लिए इस विधि  से करें तर्पण, घर

તર્પણ તેમજ પિંડદાન કરવાથી પિતૃઓ થાય છે પ્રસન્ન 

પિતૃઓને પ્રસન્ન કરવાનો પર્વ 25 સપ્ટેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. સર્વ પિતૃ અમાસ રવિવારે હોવાથી તેનું મહત્વ વધી ગયું છે. જો પિતૃ પક્ષમાં કોઈનું શ્રાદ્ધ ન કર્યું હોય અથવા તો તિથિની જાણ ન હોય તે લોકો  સર્વ પિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કરી પિતૃઓને પ્રસન્ન કરી શકે છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓના આશીર્વાદ મેળવવા તર્પણ તેમજ પિંડદાન કરવામાં આવે છે. પાણીમાં કાળા તલ, દૂધ, ફૂલ, કુશનું મિશ્રણ કરીને પિતૃઓને અર્પણ કરવામાં આવે છે. તર્પણ કરતી વખતે કુશનો ઉપયોગ કરવાથી પિતૃઓને જલ્દી તુપ્તિ મળે છે.

Pitru Tarpan in Shradh Paksha


પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી મળે છે પિતૃઓના આશીર્વાદ

સર્વ પિતૃ અમાવસને પિતૃ વિસર્જનની અમાવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધમાં કરેલું દાન પિતૃઓ સુધી પહોંચે છે અને પિતૃઓ આશીર્વાદ આપે છે. જો કોઈ પણ કારણસર શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને યાદ નથી કરી શક્યા તો સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃઓને યાદ કરી દાન આપવું જોઈએ. બ્રાહ્મણને ભોજન તેમજ તેમને દક્ષિણા આપવાથી પિતૃઓ પરિવાર પર કૃપા દ્રષ્ટિ રાખે છે. ઉપરાંત શ્રાદ્ધમાં બનાવેલું ભોજન ગાય તેમજ કાગડા માટે કાઢવામાં આવે છે. શ્રાદ્ધમાં ખીરનું વિશેષ મહત્વ રહેલું છે. ખીર પિતૃઓને અર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈ શુભાશિષ આપે છે. જો પિતૃઓના આશીર્વાદ પરિવાર પર રહે છે અને તેઓ  રાજી થાય તો ઘરમાં સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ હમેશાં માટે રહે છે. 

In The Memory Of … | All About Belgaum

શા માટે શ્રાદ્ધમાં હોય છે ખીર અને કાગડાનું મહત્વ

શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે આપણો સંદેશ પિતૃઓ સુધી કાગડો પહોંચાડે છે. કાગડો સંદેશવાહકનું કામ કરે છે. કાગડાને ખીર તેમજ દૂધપાક ખવડાવવાંથી પિતૃઓ તૃપ્ત થાય છે. ભાદરવા મહિનામાં શરદી અને તાવના દર્દીઓની સંખ્યા વધતી હોય છે. આપણા શરીરમાં પિત્તનું પ્રમાણ આ સમય દરમિયાન વધી જતું હોય છે. તે માટે ભાદરવામાં તેમજ આસો મહિનામાં પિત્ત શાંત થાય તેવો આહાર લેવામાં આવે છે. શરદપૂનમના દિવસે આ કારણોસર જ દૂધપૌંઆ ખાવવાની પરંપરા આપણે ત્યાં હજી પણ ચાલી રહી છે.

स्वादिष्ट दूधपोहा बनाने की विधि | Quick Doodh Poha Recipe - YouTube


એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.