મુંબઈમાં થયેલા આતંકી હુમલાની આજે 14મી વરસી


  • Published By :
  • Published Date : 2022-11-26 11:13:30

26 નવેમ્બર 2008ના રોજ થયેલા હુમલાને કોઈ ભૂલી શકવાનું નથી. આતંકી હુમલાને આજે 14 વર્ષ પૂર્ણ થઈ ગયા છે પરંતુ તેની યાદો કયારેય નહીં ભૂલી શકાય. 2008ના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ 160થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. 

Image


પાકિસ્તાનથી આવેલા જૈશ-એ-મહોમ્મદના આતંકીઓએ મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં બોમ્બ  બ્લાસ્ટ થયો હતો. બોમ્બ વિસ્ફોટ અને ગોળીબાર કરી આતંક મચાવ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ દરિયાઈ માર્ગથી મુંબઈમાં પ્રવેશ્યા હતા. કોલાબા નજીક કફ પરેડના માર્કેટમાં ઉતર્યા હતા. અને ત્યાંથી અલગ અલગ જગ્યાઓ પર ફેલાઈ ગયા. આતંકવાદીઓએ છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનલ પર તેમજ દક્ષિણ મુંબઈમાં આવેલા લિયોપોલ્ડ કાફેને પોતાનું નિશાન બનાવ્યું હતું. ઉપરાંત બે ટેક્સીને પણ ઉડાવી દીધી હતી. આ હુમલામાં અંદાજીત 15 જેટલા લોકો માર્યા ગયા હતા.

દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

આતંકવાદીઓએ 26 નવેમ્બરના રોજ મુંબઈની તાજ હોટલ, નરીમાન હાઉસ અને ઓબેરોય હોટલને પોતાનું નિશાન બનાવ્યું. તાજ હોટલમાંથી સતત ધુમાડો નીકળી રહ્યો હતો. આતંકવાદીઓના ઓપરેશનને નાબુદ કરવા બન્ને હોટલમાં રેપીડ એક્શન ફોર્સ, મરીન કમાન્ડો. અને એનએસજીની ટીમને ઉતારી દેવામાં આવી. સુરક્ષા દળોએ ત્રણ દિવસ સુધી આતંકવાદીઓ સાથે અથડામણ કરી. આતંકવાદી કસાબ પોલીસની કસ્ટડીમાં આવી ગયો હતો.

26/11 Mumbai terror attacks: How TOI covered the deadly attacks | India  News - Times of India

Modeled on Mumbai? Why the 2008 India attack is the best way to understand  Paris

આ ઘટનામાં અંદાજીત 160 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે આ ઘટનાને યાદ કરી રાષ્ટ્રપતિ, કોંગ્રેસ પાર્ટીએ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી છે.

 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.