ભારતમાં કોરોનાના નવા બે વેરીઆન્ટ મળી આવ્યા છે. જેના નામ છે NB ૧.૮.૧ અને LF . ૭ . કોરોનાના આ બે નવા વેરીઆન્ટ ઓમીક્રોનના ભાગ છે. જેમાંથી NB ૧.૮.૧ વેરિઅંટ તમિલનાડુમાંથી ડિટેકટ થયો છે જયારે LF .૭ વેરિઅંટ એ ગુજરાતમાંથી ડિટેકટ થયો છે. આ બે નવા વેરિઅંટના કેસો તમિલનાડુ અને ગુજરાતમાં નોંધાયા છે. આ ઉપરાંત કોરોનાના દેશભરમાં નવા કેસોની સંખ્યા ૧૦૦૦ ને પાર પહોંચી ગઈ છે.
ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે એટલે કે 26 મેના રોજ ભારતમાં ૧૦૦૯ કોરોનાના એક્ટિવ કેસો નોંધાયા છે. આમાં સૌથી વધારે કેસો કેરળમાં નોંધાયા છે જેની સંખ્યા ૪૩૦ છે. આ પછી મહારાષ્ટ્રમાં કોરોનાના ૨૦૯ એક્ટિવ કેસો છે , રાજધાની દિલ્હીમાં ૧૦૪ કેસો છે. જયારે ગુજરાતમાં ૮૩ કોરોનાના કેસો નોંધાયા છે. વાત કરીએ મૃત્યુના આંકની , કેરળમાં ૨ મોત નોંધાયા છે , જયારે મહારાષ્ટ્રમાં ૪ મૃત્યુ નોંધાયા છે જયારે કર્ણાટકમાં ૧ મોત નોંધાયું છે. આ તમામ ડેટા કેન્દ્ર સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. વાત કરીએ કોરોનાના નવા વેરિઅંટની તો , ભારત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ ખાતા અંતર્ગત આવતી સંસ્થા INSACOG ( ઇન્ડિયન કન્સોર્ટિયમ ટુ સ્ટડી એન્ડ મોનિટર કોવીડ ૧૯ જિનોમ ) દ્વારા નવા બે વેરિઅંટ નોંધાયા છે. જેના નામ છે NB ૧.૮.૧ અને LF . ૭ છે. NB ૧.૮.૧ એ તમિલનાડુ જયારે LF .૭ એ ગુજરાતમાં નોંધાયો છે. તમિલનાડુમાં આ NB ૧.૮.૧ વેરિઅંટનો ૧ કેસ જયારે ગુજરાતમાં LF . ૭ ના ચાર કેસ નોંધાયા છે.
NB ૧.૮.૧ અને LF .૭ એ JN .૧ વેરિઅંટના સબ લિનીએજ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ આ બેઉ વેરિઅંટને "વેરિઅંટ અન્ડર મોનીટરીંગ " નો દરજ્જો આપેલો છે , એનો મતલબ કે તેમના બીજા ઘણા મ્યુટેશનસ હોઈ શકે છે . વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનએ તેને "વેરિઅંટ ઓફ કન્સર્નર્સ" કે "વેરિઅંટ ઓફ ઇન્ટરેસ્ટ" નો દરજ્જો આપ્યો નથી . કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે , આ નવા સબ વેરિઅંટસ ઘણા ટ્રાન્સમિસિબલ છે અને તમારી ઇમ્યુન સિસ્ટમને તોડવા માટે વધારે ક્ષમતા રાખે છે . દાખલા તરીકે , નવા વેરિઅંટ NB ૧.૮.૧માં સ્પાઇક પ્રોટીન A 435S , V 445H , T 478I જોવા મળે છે તેને વધારે ટ્રાન્સમિસિબલ બનાવી શકે છે. જોકે આ નવા વેરિઅંટ માટે કોઈ નવી રસી ઉપલબ્ધ નથી . જોકે હાલના બુસ્ટર ડોઝ એ હજુ પણ પ્રોટેક્શન આપી શકે છે. આ સાથે જ આ નવા વેરિઅંટથી ઘબરાવવાની જરૂર નથી . હા સતર્કતા રાખવી જરૂરી છે.