સસ્તા ભાવે ટામેટાં વેંચી રહી છે આ રાજ્ય સરકાર, રાશનની દુકાનોમાં રૂ. 60 પ્રતિ કિલોના ભાવે થાય છે વેચાણ


  • Published By :
  • Published Date : 2023-07-05 16:18:48

લગભગ એક મહિનાથી આસમાને પહોંચેલા ટામેટાના ભાવે લોકોના હોશ ઉડાવી દીધા છે. રસોડામાં મુખ્ય ભાગ હોવાને કારણે, ટામેટાની ઊંચી માંગને કારણે તેની કિંમત ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. ટામેટાંના વધતા ભાવથી પરેશાન લોકોને રાહત આપવા માટે તમિલનાડુ સરકાર બજાર કિંમત કરતા સસ્તા ભાવે ટામેટાંનું વેચાણ કરી રહી છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોના સ્થાનિક બજારોમાં 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચાઈ રહ્યા છે. પરંતુ, તમિલનાડુ સરકાર 20 રૂપિયા સસ્તી કિંમત પર ટામેટાં વેચી રહી છે.


તમિલનાડુમાં 82 દુકાનો પર રૂ. 60 પ્રતિ કિલોના ભાવે વેચાણ


ટામેટાંની વધતી કિંમતોને અંકુશમાં લેવા અને લોકોને રાહત આપવા માટે તમિલનાડુ સરકારે રાશનની દુકાનો પર ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે. તમિલનાડુ સરકારની આ નવી સિસ્ટમ હેઠળ 82 રાશનની દુકાનો પર ટામેટાં 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. તમિલનાડુ સરકારે કહ્યું છે કે જો જરૂર પડશે તો અન્ય રાશનની દુકાનો પર પણ ટામેટાંનું વેચાણ શરૂ થશે. દરેક પરિવારને દરરોજ 1 કિલો ટામેટાં આપવામાં આવશે.


શા માટે અછત સર્જાઈ?


દેશના કેટલાક ભાગોમાં અલ નીનોના પગલે અને કેટલાક રાજ્યોમાં ભારે વરસાદના કારણે ટામેટાના પાકને જબરદસ્ત નુકસાન થયું છે. ત્યાં જ ગત વર્ષોમાં ટામેટાના બજારમાં યોગ્ય ભાવો નહીં મળવાથી ખેડૂતોને પણનુકસાન ઉઠાવવું પડ્યું છે. આ જ કારણે ટામેટાના પાકનું ઉત્પાદન ઘટાડી દેવામાં આવ્યું છે. આ તમામ કારણોથી ટામેટાનો પુરવઠો ખોરવાયો છે, જેથી ટામેટાના ભાવ રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે.



જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેમણે ગોકળગાયની ગતિએ ચાલતા નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી અંગે વાત કરી હતી.. પત્રમાં તેમણે જણાવ્યું કે જો એક મહિનાની અંદર જો આ કામગીરી પૂર્ણ નહીં થાય તો પરિસ્થિતિ ગત વર્ષ જેવી થશે..મુખ્યમંત્રી દ્વારા એક્શન લેવામાં આવે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે.

ચારધામના દ્વાર ખુલતા જ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ત્યાં આવી પહોંચ્યા છે જેને કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે... અનેક લોકો મોબાઈલમાં રિલ બનાવતા હોય છે જેને કારણે ભીડ જામી જતી હોય છે. ત્યારે વ્યવસ્થા ના ખોરવાય તે માટે પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..