એક્ટિવા પર સાત બાળકો સાથે કરી મુસાફરી, વીડિયો વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી, જાણો ક્યાની છે ઘટના ?


  • Published By :
  • Published Date : 2023-06-27 16:56:02

સામાન્ય રીતે ટુ વ્હીલર પર બે જ વ્યક્તિઓ બેસી શકે છે. જો તમે ત્રિપલ સવારી પણ કરશો તો તમે કાયદો તોડ્યો કહેવાશે. અનેક એવા વ્યક્તિઓ હોય છે જે ત્રિપલ સવારી કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક્ટિવા પર સાત છોકરાઓને લઈ એક વ્યક્તિ જઈ રહ્યો છે. આ મુસાફરીનો વીડિયો કોઈએ ઉતારી લીધો અને મુંબઈ પોલીસને ટેગ કરી દીધો. પોલીસને આ અંગે જાણકારી મળતા કાર્યવાહી કરવામાં આવી અને મળતી માહિતી અનુસાર તે વ્યક્તિ વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે.

  



એક નાનો બાળક એક્ટિવાની પાછળ ઉભો છે

સોશિયલ મીડિયા પર લાઈક મેળવવા અનેક લોકો સ્ટંટ કરી જીવનને જોખમમાં મૂકતા હોય છે. કોઈ ખુલ્લા હાથે વ્હીકલ ચલાવતા હોય છે, તો કોઈ બાઈક પર ઉભા રહી વ્હીકલ ચલાવતા હોય છે. ત્યારે મુંબઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેમાં નથી તો સ્ટંટ કે નથી તો લાઈક મેળવવાની હાય. પરંતુ તે વીડિયોમાં એક વ્યક્તિ  બાળકો સાથે સફર કરી રહ્યો છે. એક નાનો બાળક તો એક્ટિવાના પાછળના ભાગ પર ઉભો છે. જેમાં એક વ્યક્તિ એક્ટિવા ચલાવી રહ્યા છે પરંતુ સાત લોકોને એક્ટિવા પર બેસાડીને. વીડિયોને જોતા લાગે છે કે વ્યક્તિ બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યા છે. 


પોલીસે કરી વાહન ચાલક વિરૂદ્ધ કાર્યવાહી

એક અનુમાન પ્રમાણે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે 21 જૂનથી 24 જૂન વચ્ચેનો માનવામાં આવી રહ્યો છે. જ્યારે વ્યક્તિ એક્ટિવા પર બાળકોને બેસાડી મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એક જાગૃત નાગરિકે તેનો વીડિયો બનાવી લીધો અને મુંબઈ પોલીસને ટેગ કરી. જે બાદ આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને તે વ્યક્તિ વિરૂદ્ધ પોલીસે કેસ દાખલ કર્યો છે. આરોપીનું નામ મુનવ્વર શાહ છે અને તે નારિયેળની દુકાન ચલાવે છે. સાત બાળકોમાંથી ત્રણ બાળક પાડોસીના છે. તે બાળકોને ટ્યુશન છોડવા જઈ રહ્યા હતા. પોલીસે જ્યારે આ મામલે તપાસ કરી ત્યારે ખબર પડી કે આ ઘટના તારદેવ પોલીસ સ્ટેશનની છે. તે પહેલા મુંબઈ પોલીસે બાઈક પર સ્ટંટ કરતા યુવકની ધરપકડ કરી હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે