જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.
આપણા ભારતનો તાજ એવું જમ્મુ કાશ્મીર રાજ્ય જ્યાં આખા દેશમાંથી પર્યટકો ફરવા જતા હોય છે. પરંતુ હવે જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામના બાઇસારન ઘાટીમાં TRF નામના આતંવાદી સંગઠન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પર્યટકો આ ઘાટીમાં જયારે ઘોડેસવારી કરતા હતા ત્યારે આ હુમલો નોંધાયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૬ જેટલા પર્યટકોના મૃત્યુના સમાચાર છે. જેવા જ આ હુમલાના સમાચાર આવ્યા કે જમ્મુ કાશ્મીર પોલીસ , સુરક્ષા દળો અને અર્ધલશ્કરી દળોને ત્યાં ખડકી દેવામાં આવ્યા છે સાથેજ યાત્રીઓને આ જગ્યા પરથી ખાલી કરાવી આતંકવાદીઓને ટ્રેસ કરવા માટે ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે. પહલગામનું બાઇસારન ઘાટી એક એવી જગ્યા છે જ્યાં માત્ર ચાલીને જ જઈ શકાય છે. આ વિસ્તારમાં ખુબ જ પ્રસ્સિદ્ધ જગ્યા છે. સાથે જ તે ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. એક પર્યટક જે આ હુમલા વખતે હાજર હતા તેમણે કહ્યું હતું કે , આ હુમલો બે ત્રણ આતંકવાદીઓ દ્વારા ખુબ જ ક્લોઝ રેન્જથી કરવામાં આવ્યો છે . તેના લીધે ઘણા લોકો ઘાયલ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ સાઉદી અરેબિયાની યાત્રા પર છે પરંતુ તેમણે આ હુમલાને લઇને ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી છે સાથે જ શક્ય હોય તે બધા જ પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે.
આ હુમલાના પગલે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબ મુફ્તીની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું છે કે , હું આ હુમલાને વખોડું છું સાથે જ તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. આ પછી જમ્મુ કાશ્મીરના લેફટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું છે કે , જે પણ આ હુમલા પાછળ જવાબદાર છે તેમણે છોડવામાં નઈ આવે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને લખ્યું છે કે , હું આઘાતમાં છું . પર્યટકો પર આવો હુમલાની નિંદા કરું છું. જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે તે પશુઓ કરતા પણ બદતર છે. આ હુમલાને વખોડવા શબ્દો પૂરતા નથી . હું હુમલામાં પીડિત પરિવારોને મારી સાંત્વના પાઠવું છું . મેં મારા સાથીઓ સાથે વાત કરી છે. ગયા વર્ષે ૨૦૨૪માં પણ જમ્મુ કાશ્મીરના ગગનગીર નામની એક બાંધકામની જગ્યાએ આંતકવાદી હુમલાં ૧ ડોક્ટર અને ૬ મજૂરોના મોત થયા હતા . ગયા વર્ષે મેં મહિનામાં પહલગામમાં જ યાત્રિકો પર હુમલો કરવામાં આવ્યો હતો .