ત્રિપુરા-નાગાલેન્ડમાં ભાજપની ગઠબંધન સરકાર, મેઘાલયમાં ત્રિશંકુ, એક્ઝિટ પોલના રિઝલ્ટ શું કહે છે?


  • Published By :
  • Published Date : 2023-02-27 21:50:46

પૂર્વ ભારતના ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં માં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. 2 માર્ચના દિવસે પરિણામો પરથી સ્પષ્ટ થશે કે કઈ પાર્ટી સરકાર બનાવશે. જો કે વાસ્તવિક પરિણામો પહેલા એક્ઝિટ પોલના પરિણામો આવવા લાગ્યા છે. તે પરિણામો ચૂંટણીની દિશા વિશે મોટો સંકેત આપી રહ્યા છે.


નાગાલેન્ડમાં ગઠબંધન સરકાર  


નાગાલેન્ડ ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો જણાવી રહ્યા છે કે ફરી એકવાર NDPP અને BJPની ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. પ્રચંડ બહુમતી સાથે પરત ફરવાના સંકેતો છે. ભાજપ ગઠબંધનને 38થી 48, કોંગ્રેસને 1થી 2, જ્યારે NPFને 3થી 8 બેઠકો મળી શકે છે.


મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભા


મેઘાલયના એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. આ વખતે કોઈ પક્ષને બહુમતી મળતી દેખાતી નથી. NPPને 18થી 24, ભાજપને 4થી 8, કોંગ્રેસને 6થી 12 બેઠકો મળી શકે છે. એટલે કે કોઈ પાર્ટીને બહુમતી મળી શકે તેમ નથી.


ત્રિપુરામાં ફરી ભાજપની સરકાર


ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીને લઈને  Axis My India અને આજતકના   એક્ઝીટ પોલમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવાનાં સંકેતો જોવા મળી રહ્યાં છે. ભાજપને 36થી 45 સીટો મળી શકે છે. જ્યારે ડાબેરી અને કોંગ્રેસના ગઠબંધનને 9થી 11 સીટે મળી શકે છે. ત્રિપુરામાં TMP ડાબેરીથી પણ સારું પ્રદર્શન કરતી જણાય છે. એક્ઝીટ પોલ અનુસાર TMPને 9થી 16 સીટો મળી શકે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે