Trump સરકારની મોટી જાહેરાત Americaની નાગરિકતા મેળવવા આપવા પડશે 44 કરોડ! , ભારતીયોને શું ફાયદો શું નુકશાન?


  • Published By : Admin
  • Published Date : 2025-02-26 19:00:17

અમેરિકા જવા માટે લોકો તલપાપડ થતાં હોય છે અને બાદમાં કઈ કઈ રીતે એ અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરે છે એ આપણને ખબર છે પણ હવે એ બધુ કરવાની જરૂર નથી.. અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે 




44 કરોડ આપીને કાયદેસર નાગરિક બની શકાશે! 


રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકન નાગરિકતા આપવાના બદલામાં 5 ગણા વધુ પૈસા વસૂલવાના છે ટ્રમ્પ સરકારે 'ગોલ્ડ કાર્ડ' નામનો નવો વિઝા કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી. તેને 5 મિલિયન ડોલર એટલે 44 કરોડ ભારતીય રૂપિયામાં ખરીદી શકાશે.. એટલે જો અમેરિકા જવું છે નાગરિક કાયદેસર બનવું છે 44 કરોડ ખર્ચો 


ગોલ્ડન કાર્ડના ફાયદા શું? 


ટ્રમ્પે 'ગોલ્ડ કાર્ડ'ને EB-5 વિઝા પ્રોગ્રામના વિકલ્પ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ભવિષ્યમાં 1 મિલિયન ગોલ્ડ કાર્ડ વેચવામાં આવશે. હાલમાં, EB-5 વિઝા કાર્યક્રમ યુએસ નાગરિકતા મેળવવાનો સૌથી સરળ માર્ગ છે. ટ્રમ્પે કહ્યું કે આ વિઝા કાર્ડ અમેરિકન નાગરિકતાનો માર્ગ ખોલશે. લોકો આ ખરીદશે અને અમેરિકા આવશે અને અહીં ઘણો ટેક્સ ચૂકવશે. તેમણે દાવો કર્યો હતો કે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહેશે અને રાષ્ટ્રીય દેવું ઝડપથી ચૂકવી શકશે. હવે આટલા પૈસા ખર્ચીને જો ત્યાં જે છે તો એનો ફાયદો શું થસે તો ગોલ્ડ વિઝા કાર્ડ નાગરિકોને ગ્રીન કાર્ડ જેવા વિશેષ અધિકારો આપશે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ બે અઠવાડિયામાં શરૂ થવાની અપેક્ષા છે. 



ભારતીયોને શું નુકશાન? 

આમ તો USમાં કાયમી રહેવા માટે ગ્રીન કાર્ડ જરૂરી છે. આ માટે EB-1, EB-2, EB-3, EB-4 વિઝા પ્રોગ્રામ છે, પરંતુ EB-5 વિઝા પ્રોગ્રામ બેસ્ટ છે. તે 1990થી અમલમાં છે. જેના બદલે આ પ્રોગ્રામ ચાલુ થશે  'ટ્રમ્પ વિઝા પ્રોગ્રામ' એવા ભારતીયો માટે ખૂબ મોંઘો સાબિત થઈ શકે છે જેઓ અમેરિકન નાગરિકતા મેળવવા માટે EB-5 પ્રોગ્રામ પર નિર્ભર હતા. હવે એ બધા પાસે ગોલ્ડન કાર્ડનો વિકલ્પ છે. 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .