જાપાનમાં ભૂકંપ બાદ સુનામીનો ખતરો, સમુદ્રમાં ઉંચા મોજા ઉછળ્યા, ભારતીય દુતાવાસે જાહેર કર્યા નંબર


  • Published By :
  • Published Date : 2024-01-01 16:52:44

જાપાનમાં ભૂકંપના જોરદાર ઝટકા બાદ  સુનામી આવી છે, સુનામીની હજું પણ 1.3 ફિટ ઉંચી છે. લહેરો હજું પણ ઉંચી જવાની શક્યતા છે. ટોક્યો ઈલેક્ટ્રિક પાવર કંપની (TEPCO)એ શુક્રવારે કહ્યું કે જાપાનના નિગાટા પ્રાંતમાં દુનિયાના સૌથી મોટા પરમાણું ઉર્જા રિએક્ટર કાશીવાજાકી-કારીવા નજીક 1.3 ફિટ ઉંચી સુનામી નોંધાઈ હતી. ફુકુઈ પ્રીફેક્ચપ સુરક્ષા સમિતિએ કહ્યું કે રિએક્ટરની પરમાણું સુવિધાઓમાં કોઈ ઈમર્જન્સિ સ્થિતિ નોંધવામાં આવી નથી.   


કોક્કાઈડોથી ક્યૂશૂ સુધી ખતરો


એજન્સીની રિપોર્ટ મુજબ જાપાનના ઉત્તરી ટાપુ હોક્કાઈડોથી લઈને દક્ષિણના ટાપુ ક્યૂશૂ સુધી સમગ્ર પશ્ચિમી તટ પર સુનામીની એલર્ટ જાહેર કરવામાં આવી છે. જ્યારે ઈશિકાવા પ્રાંતમાં અનેક ભૂકંપો બાદ મોટી સુનામીનો ખતરો જાહેર કરવામાં આવ્યો છે. સ્થાનિક  સમયાનુસાર 16:06 (07:06 GMT)થી શરૂ થઈને ઈશિકાવા અને નિગાટા પ્રાંતના ક્ષેત્રમાં 4.3થી 7.6 તીવ્રતાવાળા 9 ભૂકંપ આવ્યા છે. 


5 મીટર ઉંચી લહેરો 


જાપાનમાં ભૂકંપના 21 ઝટકા અનુભવાયા હતા, સતત ધરતીકંપ બાદ 34 હજાર ઘરોમાં વિજળી ગુલ થઈ ગઈ હતી. અનેક રાજમાર્ગો બંધ કરવા પડ્યા હતા. જાપાનની સરકારી ચેનલ એનએચકે ટીવીએ ચેતવણી આપી છે કે સમુદ્રમાં 5 મીટર સુધી લહેરો ઉંચી ઉઠી શકે છે. સરકારે લોકોને તાત્કાલિક ઉંચા સ્થાનો કે નજીકની ઈમારતો પર ચઢી જવાનો આગ્રહ કર્યો છે.ભૂકંપથી કોઈ મોટી જાનહાનીના સમાચાર નથી.


ભારતીય દુતાવાસે ઈમર્જન્સિ કોન્ટેક્ટ નંબરોની યાદી કરી જાહેર

 

ભારતના ટોકિયો સ્થિત દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ઈમર્જન્સિ ઇમરજન્સી કોન્ટેક્ટ નંબરોની યાદી જાહેર કરી છે. દૂતાવાસે 1 જાન્યુઆરી, 2024 ના રોજ ભૂકંપ અને સુનામીના સંબંધમાં કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરવા માટે ઇમરજન્સી કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. નીચેના ઇમરજન્સી નંબરો અને ઈ-મેઇલ ID પર કોઈ પણ જાતની મદદ માટે સંપર્ક કરી શકાય છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.