તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં આવ્યો વળાંક, શીઝાન ખાનના પરિવારે પ્રેસ કોન્ફરન્સ કરી કર્યા ખુલાસા


  • Published By :
  • Published Date : 2023-01-02 15:14:06

24 ડિસેમ્બરના રોજ ટીવી અભિનેત્રી તુનિષા શર્માએ સીરિયલના સેટ પર ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટનાને કારણે ટીવી ઈન્ટસ્ટ્રીમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં તેમના કો-સ્ટાર અને પૂર્વ બોયફ્રેન્ડ શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ કેસને લઈ અનેક વખત તુનિષાની માતાએ વાતો કરી છે ત્યારે આ વખતે શીઝાનના પરિવારે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી છે. શીઝાનના પરિવારે તુનિષાની માતા પર ગંભીર આરોપો લગાવ્યા છે.


તુનિષા શર્માની માતા પર લગાવ્યા આરોપ 

તુનિષા શર્માએ ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું છે. તુનિષા શર્મા કેસમાં દરરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે. તુનિષા શર્માની માતાએ પ્રેસ કોન્ફરન્સ કરી કો-સ્ટાર અને પૂર્વ બોયફેન્ડ શીઝાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આરોપ લગાવતા તેમણે કહ્યું કે શીઝાનને તેમની પૂત્રીને આત્મહત્યા કરવા પ્રેરી હતી. શીઝાન હાલ પોલીસની ગિરફ્તમાં છે. ત્યારે આજે શીઝાનના પરિવારે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં પરિવારે તુનિષાની માતા પર આરોપ લગાવ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં શીઝાનના વકીલ પણ હાજર હતા અને દાવો કર્યો હતો કે તુનિષાની માતાએ અભિનેત્રીનો ફોન તોડી નાખ્યો હતો ઉપરાંત ગળું પણ દબાવ્યું હતું. 


શીઝાનના પરિવારે પ્રેસ કોન્ફરન્સમાં કર્યા અનેક ખુલાસા 

શીઝાનના પરિવાર દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં શીઝાનની બે બહેનો ફલક નાઝ અને શફાક નાઝ તેમજ તેમની માતા હાજર હતા. માતા અને બહેનોએ મળી તુનિષાની માતા વનિતા શર્મા વિશે વાતો કરી. આ અગાઉ તુનિષાની માતાએ શીઝાનના પરિવાર પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેના પરિવારના સભ્યો તુનિષાને હિજાબ પહેરવા દબાણ કરતા હતા. શીઝાનની બહેને કહ્યું કે તેના અને તુનિષા વચ્ચે બહેન જેવા સંબંધો હતા અને બંને વચ્ચે સારો બોન્ડ હતો.               



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .