તુર્કીમાં થયું ઘમાસાણ , રાષ્ટ્રપ્રમુખ એરદોગનની સલ્તનત ખતરામાં!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-22 18:18:08

સમગ્ર દુનિયામાં હાલમાં ઘણા યુદ્ધો ચાલી રહ્યા છે . જેમ કે રશિયા - યુક્રેનનું યુદ્ધ , ગાઝામાં યુદ્ધ , વગેરે . તો બીજી તરફ દુનિયાભરની વિવિધ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારો સામેની નારાજગી વધી રહી છે. તેનું તાજું ઉદાહરણ તુર્કી છે . તુર્કી જેનું  શહેર છે ઇસ્તમબુલ જ્યાં દેખાવકારો અને પોલીસ વચ્ચે જોરદાર ઝડપ થઈ હતી .  દેખાવકારો કેમ આટલા આક્રમકઃ બન્યા હતા કેમ કે , ઇસ્તમબુલના મેયર ઈક્રેમ ઇમામોગલુંની ધરપકડ કરવામાં આવી છે. તો આવો જાણીએ કેમ તુર્કીની સરકાર આટલા આક્રમક  દેખાવોનો સામનો કરી રહી છે. 

પશ્ચિમ એશિયાનો એક એવો દેશ જેનું નામ છે તુર્કી . ત્યાંનું પ્રખ્યાત શહેર ઇસ્તમબુલ . આ શહેરના મેયર ઇક્રેમ ઇમામોગલું છે કે જે  તુર્કીમાં વિરોધી રાજકીય પક્ષના નેતા છે . તેમની ધરપકડ કરવામાં આવતા ઇસ્તમબુલમાં બે દિવસથી રસ્તા પર દેખાવો થઈ રહ્યા છે. જોકે તુર્કીના રાષ્ટ્રપ્રમુખ એરદોગને આ દેખાવકારોને ખુબ કડક ચેતવણી આપી છે કે , કોઈ પણ પ્રકારના હિંસક દેખાવોને સાંખી નઈ લેવાય . જોકે હવે આ વિરોધ તુર્કીના બીજા ભાગોમાં પણ ફેલાયો છે.  જેવી જ મેયર ઇમામોગલુની બુધવારના દિવસે ધરપકડ થઈ તે પછી ઇસ્તમબુલ શહેરમાં હજારો આંદોલનકારીઓ ત્યાંની  ઐતિહાસિક જગ્યાએ ભેગા થયા હતા . જ્યાં તેમણે પોલીસના બેરિકેડ તોડવાની કોશિશ કરી હતી . આ પછી સુરક્ષા દળોએ પીપર સ્પ્રે , ટીયર ગેસ અને રબર બુલેટનો ઉપયોગ આ દેખાવકારોને વિખેરવા કર્યો હતો . જોકે આ પછી દેખાવકારોએ પોલીસ અને સુરક્ષાદળો પર પથ્થરમારો ચાલુ કરી દીધો હતો . સામે પોલીસે તો એન્ટી રાયટ રાઇફલનો ઉપયોગ આ દેખાવકારોની સામે કર્યો હતો . હવે આવા જ દેખાવો તુર્કીના બીજા ભાગો તેની રાજધાની અંકારા અને તુર્કીના અન્ય એક શહેર ઇઝમીરમાં પણ થયા હતા . તુર્કીના બીજા શહેરોમાં પણ હજારો લોકોએ આ ધરપકડની વિરુદ્ધમાં કૂચ કરી હતી . આખા દેશમાં ૯૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વાત કરીએ , ઇસ્તમબુલના મેયર ઇમામોગલુની તો , તેમના ઘરે એજન્સીઓ દ્વારા રેડ પાડવામાં આવી . આ પછી ઓથોરિટીઓએ તેમની વિરુદ્ધમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે સાથે જ તેમની પર આતંકવાદી સંગઠન સાથે જોડાણના પણ આરોપ લગાવ્યા છે . મેયર ઇમામોગલુની સાથે બીજા બે શહેરના મેયરની ધરપકડ પણ કરવામાં આવી છે. ઉપરાંત બીજા ઘણા વિરોધ પક્ષના નેતાની ધરપકડ કરવામાં આવી છે. મેયર ઇમામોગલુ એ ૨૦૨૮માં તુર્કીમાં થનારી ચૂંટણીના રાષ્ટ્રપતિ એરદોગનના સ્પર્ધક મનાય છે. જોકે તુર્કી સરકારના સૂત્રોએ આ તમામ વાત નકારી નાખી છે.   

તો આ બાજુ તુર્કીના મુખ્ય વિરોધ પક્ષના નેતા ઓઝગુર ઓઝેલે નાગરિકોને શાંતિપૂર્ણ દેખાવો કરવાની અપીલ કરી છે. તેમણે ઇસ્તમબુલ સિટી હોલની બહાર એક રેલીને સંબોધન કર્યું હતું . જેમાં તેમણે રાષ્ટ્રપતિ એરદોગન પર આરોપ લગાવતા કહ્યું છે કે  તેઓ ન્યાયપાલિકાનો વિરોધપક્ષની વિરુદ્ધમાં ઉપયોગ કરી રહ્યા છે. તુર્કીના રાષ્ટ્રપ્રમુખ એરદોગને આ તમામ આરોપો નકારી નાખ્યા છે . તેમણે આ દેખાવોને દેશને અસ્થિર બનાવવાની સાજીશ કહી છે . સાથે જ આવા હિંસક દેખાવો કોઈ પણ ભોગે સાંખી નઈ લેવાયની વાત કરી છે. વાત કરીએ તુર્કીની તો , રાષ્ટ્રપતિ એરદોગનના નેતૃત્વમાં તે સંપૂર્ણ ઇસ્લામિક જગતનું નેતૃત્વ કરવા માંગે છે. રાષ્ટ્રપતિ એરદોગને ફેબ્રુઆરી ૨૦૨૫માં જમ્મુ અને કશ્મીરના મુદ્દે UN ડાયલોગની વાત કરી હતી . ત્યારે ભારત સરકારે આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો . તુર્કીએ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) નું સભ્ય દેશ છે . વર્તમાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં યુએસ NATOમાંથી બહાર નીકળી શકે છે. જો એવું થાય તો , તુર્કી NATO દેશોમાં સૌથી તાકાતવર બની જશે . હમણાં જ સીરિયામાં ડિસેમ્બર ૨૦૨૪માં , જે રીતે બશર અલ - અસદનો તખ્તો પલટાયો તેમાં પણ તુર્કીની મુખ્ય ભૂમિકા હતી . 

તો હવે જોઈએ પશ્ચિમ એશિયામાં તુર્કી ક્યા સુધી તેનો પ્રભાવ જાળવી શકે છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .