ટ્વિટર બ્લૂટિક સબ્સક્રિપ્સનની જાહેરાત, વેબ યુઝર માટે 8 અને આઈફોનવાળા માટે 11 ડોલરનો ચાર્જ


  • Published By :
  • Published Date : 2022-12-12 13:01:58

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે ટ્વિટર યુઝર માટે નવા ચાર્જની જાહેરાત કરી દીધી છે. જો તમે લેપટોપ પર ટ્વિટર યુઝ કરો છો અને  બ્લૂટિક લેવા માંગો છો તો તમારે માસિક 8 ડોલરનો ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે એપલના આઈફોનમાં ટ્વિટર યુઝ કરનારા લોકો માટે 11 ડોલરનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ટ્વિટર બ્લૂના આ અભિયાન આ સપ્તાહથી શરૂ થશે. સોશિયલ મીડિયાની અગ્રણી કંપનીએ જાહેરાત કરી છે કે જે લોકોને ટ્વિટર બ્લૂટિક મળશે તે પોતાના ટ્વિટને એડિટ કરી શકશે. ટ્વિટર સબસ્ક્રાઈબર્સ લેનારા લોકોને એડિટ ટ્વીટ્સ ઓપ્સન, 1080P વીડિયો અપલોડ, રીડર મોડ અને એક બ્લૂ ચેકમાર્ક નો લાભ મળશે. તે ઉપરાંત બિઝનેશ એકાઉન્ટટ્સ માટે ગોલ્ડન ઓફિસિયલ લેબલ અને સરકારી એકાઉન્ટ માટે અલગ વેરિફિકેશન માર્ક મળશે.


12 ડિસેમ્બરથી સબ્સક્રિપ્સનની શરૂઆત 


એલન મસ્કના જણાવ્યા પ્રમાણે તે 12 ડિસેમ્બરથી ટ્વિટર પર બ્લૂટિક સબ્સક્રિપ્સનની શરૂઆત કરી છે, એપલ 30 ટકા કમાણી આઈઓએસ એપથી મેળવે છે, ટ્વિટર બિઝનેશ એકાઉન્ટ અને સરકારી એકાઉન્ટ માટે અલગથી ચેક માર્ક લાવવા જઈ રહ્યું છે. કંપનીએ કહ્યું કે આ ઓફિસિયલ લેવલને ગોલ્ડ ચેક માર્કથી રિપ્લેસ કરવા જઈ રહ્યું છે. તે સાથે જ સરકારી ઓફિસ અને મલ્ટીલેટરલ એકાઉન્ટસ માટે ગ્રે ચેક માર્ક લાગુ કરવામાં આવશે.


એલન મસ્ક બન્યા ટ્વિટરના નવા માલિક 


અમેરિકાના અપજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્કએ ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદી હતી. સોશિયલ મીડિયાની અગ્રણી કંપની ટ્વિટરની સ્થાપના વર્ષ 2006માં કરવામાં આવી હતી, અને  તેનું હેડક્વાર્ટર કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં છે. ટ્વિટરને ખરીદ્યા બાદથી જ એલન મસ્કે કંપનીના રોજબરોજના કામકાજમાં ધરમૂળથી બદલાવ કર્યો અને કંપનીના અનેક સિનિયર એક્ઝિક્યુટિવની હકાલપટ્ટીથી હકાલપટ્ટી કરી છે. ટ્વિટર અત્યાર સુધી બે તૃતિયાંશ સ્ટાફની છટણી કરી ચુક્યું છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે