Twitter બાદ હવે Facebook પણ હજારો કર્મચારીઓની છટણી કરશે, કંપનીના શેર 73 ટકા ઘટ્યા


  • Published By :
  • Published Date : 2022-11-07 15:50:47

ટ્વિટર બાદ હવે અન્ય એક દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ફેસબુક પણ મોટા પાયે છટણી કરવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Facebookની પેરન્ટ કંપની Meta Platforms Inc. હજારો કર્મચારીઓની છટણી શરૂ કરવા જઈ રહી છે. બુધવારથી શરૂ થઈ રહી છે. કંપની વિશ્વભરમાં 12,000 કર્મચારીઓની છટણી કરી શકે છે. META હાલમાં લગભગ 87,000 કર્મચારીઓને રોજગારી આપે છે. આ પહેલા શુક્રવારે ટ્વિટરે વિશ્વભરમાં 3700 કર્મચારીઓની હકાલપટ્ટી કરી હતી. આ પછી કંપનીના કર્મચારીઓની સંખ્યા અડધી થઈ ગઈ છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે ઓક્ટોબરના અંતમાં ટ્વિટર ખરીદવાનો સોદો પૂર્ણ કર્યો હતો. જે બાદ કંપનીએ અડધા કર્મચારીઓને કાઢી મૂક્યા છે.


તીવ્ર સ્પર્ધાથી કંપનીની આવક ઘટી


મસ્ક બાદ મેટા પ્લેટફોર્મના સીઈઓ માર્ક ઝકરબર્ગ પણ મોટાપાયે છટણીની તૈયારી કરી રહ્યા છે. આ વર્ષે કંપનીના શેરમાં 73 ટકાનો ઘટાડો થયો છે. ફેસબુક (હવે મેટા પ્લેટફોર્મ)ને ટિકટોક અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મથી સખત સ્પર્ધા મળી રહી છે. આ 18 વર્ષ જૂની કંપનીમાંથી યુઝર્સ ટિકટોક અને યુટ્યુબ તરફ વળ્યા છે. જેના કારણે કંપનીની આવક પર ખરાબ અસર પડી છે. આ વર્ષે કંપનીના શેરમાં ભારે ઘટાડો થયો છે. કંપનીએ પહેલેથી જ નવી ભરતી પર રોક લગાવી દીધી હતી અને હવે તે મોટાપાયે છટણી કરવા જઈ રહી છે.



વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.