ભારત જોડો યાત્રાને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર યુદ્ધ છેડાયું છે.


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 12:18:13

કન્યાકુમારથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા રાહુલ ગાંધી કરી રહ્યા છે. અનેક મુદ્દાઓને લઈ કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે. યાત્રા શરૂ થયાના થોડા દિવસો બાદ કોંગ્રેસે ટ્વિટર પર RSSના યુનિફોર્મ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે પોતાની પોસ્ટમાં ખાખી હાફપેન્ટના એક ભાગને સગળતો બતાવ્યો હતો. જેના જવાબમાં આસામના સીએમએ વળતો જવાબ આપતા ટ્વિટ કરી જવાહરલાલ નહેરૂએ પહેરેલા હાફપેન્ટનો ફોટો પોસ્ટ કરી મુદ્દાને ફરી ગરમાયો હતો.

ભાજપ-કોંગ્રેસ વચ્ચે ચાલતું ટ્વિટર યુદ્ધ

2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ કોંગ્રેસ હમણાંથી જ મેદાનમાં ઉતરી ગઈ છે. ભારત જોડો યાત્રા કરી રહેલા રાહુલ ગાંધી પર તેમજ તેમની આ યાત્રા પર અનેક ભાજપે અનેક પ્રશ્ન ઉઠાવ્યા હતા ત્યારે ભાજપનું પીઠબળ ગણાતા RSS વિરૂદ્ધ કોંગ્રસે ટ્વિટ કરી હતી. જેમાં ખાખી હાફ પેન્ટને એક બાજૂથી સળગતું બતાવામાં આવ્યું હતું.


કોંગ્રેસના આ ટ્વિટ પર ભારે રાજનીતિ થઈ હતી, ત્યારે આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ તેનો જવાબ આપ્યો હતો. ટ્વિટમાં તેમણે એક તસ્વીર પોસ્ટ કરી હતી, જેમાં નેહરુ હાફપેન્ટમાં દેખાતા હતા. સાથે જ તેમણે લખ્યું કે શું તમે આને પણ બાળી નાખશો?

અનેક વખત ઉઠ્યા છે રાહુલની યાત્રા પર પ્રહાર

આ અગાઉ રાહુલની ટી-શર્ટને લઈ અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ પણ ભારત જોડો યાત્રા પર કટાક્ષ કર્યો હતો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે