હાર્ટ એટેકને કારણે સુરતમાં થયા બે લોકોના મોત, જ્યારે છત્તીસગઢમાં પણ મામાનું મોત થતા ખુશીનો માહોલ ફેરવાયો માતમમાં!


  • Published By :
  • Published Date : 2023-05-11 15:35:05

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ત્યારે સુરતમાં એક જ દિવસમાં હાર્ટ એટેક આવવાને કારણે બે લોકોના મોત થયા છે. 25 વર્ષનો યુવાન અને 43 વર્ષની મહિલાનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયા છે. અચાનક પરિવારજનોના મોત થતાં પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી છે. સુરત ઉપરાંત આવી જ ઘટના છત્તીસગઢમાં બની છે. લગ્નની ઉજવણી દરમિયાન દુલ્હનના મામા ડાન્સ કરતા હતા તે વખતે જમીન પર પડી ગયા અને તેમનું મોત થઈ ગયું હતું. 


સુરતમાં હાર્ટ એટેકને કારણે થયા બે લોકોના મોત!

અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. નાની ઉંમરે લોકોના જીવ જઈ રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે આપણે માનતા હતા કે હાર્ટ એટેકનો શિકાર મોટી ઉંમરના લોકો બનતા હોય છે. પરંતુ કોરોના બાદ નાની ઉંમરના લોકોના જીવ હાર્ટ એટેકને કારણે જઈ રહ્યા છે. સુરતથી બે કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં હાર્ટ એટેકનો ભોગ એક પુરૂષ અને એક મહિલા બન્યા છે. હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા લોકોમાં ડર વ્યાપી ગયો છે. એક ઘટનામાં ટીવી જોતા જોતા મહિલાને હાર્ટ એટેક આવ્યો જ્યારે બીજી ઘટનામાં જમીન પર બેઠેલો માણસ અચાનક બેભાન થઈ ગયો હતો. સારવાર માટે હોસ્પિટલ જ્યારે ખસેડવામાં આવ્યા ત્યારે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.   


છત્તીસગઢમાં પણ ભાણીના લગ્નમાં આવેલા મામાનું થયું મોત! 

તે સિવાય હાર્ટ એટેક આવવાની ઘટના છત્તીસગઢના ડોંગરગઢમાં લગ્નની ઉજવણી દરમિયાન બની છે. લગ્નમાં દુલ્હનના મામા ડાન્સ કરતી વખતે જમીન પર પડી ગયા અને ફરી ઉભા ન થઈ શક્યા. મામાનું અચાનક મોત થવાથી ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. જેમનું મોત થયું છે તેમનું નામ દિલીપ રાઉઝકર હતું જે સ્ટીલ પ્લાન્ટમાં આસિસ્ટન્ટ મેનેજરનું કામ કરતા હતા. અચાનક ઢળી જતાં ત્યાં ઉપસ્થિત લોકોને આઘાત લાગ્યો હતો. ત્યાંના લોકોએ કહ્યું કે દિલીપભાઈ એકદમ ખુશ મિઝાઝના હતા. ઢળી પડતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 


વધતા હાર્ટ એટેક ચિંતાજનક!

આજકાલ એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જ્યાં હસતા રમતા દેખાતા લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોઈ યોગા કરતી વખતે મોતને ભેટે છે તો કોઈ રમતા રમતા હાર્ટ એટેકનો શિકાર બની છે. ત્યારે વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ ડોક્ટરોનું કહેવું છે કે જ્યારે શરીરને વધુ લોહીની જરૂર પડે ત્યારે હૃદય ઝડપી કામ કરે છે જેને કારણે વધારે ચરબી જમા થાય છે. જેને કારણે લોહીનું પરિભ્રમણ પ્રોપર થતું નથી આનું કારણ તણાવ હોય છે. રોજે વધતા હાર્ટ એટેકના કેસ ચિંતાજનક છે. ત્યારે આપણે આપણા શરીરની કાળજી લેવી જોઈએ.          



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે