જાપાનના એરપોર્ટ પર ફરી અથડાયા બે વિમાન, 289 પેસેન્જરોનો થયો આબાદ બચાવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-16 19:34:53

જાપાનમાં ફરી એક વખત બે વિમાન એકબીજા સાથે ટકરાયા છે. આ ટક્કર કોરિયન એર લાઈન્સ અને કેથે પેસેફિક એરવેઝના વિમાનો વચ્ચે થઈ છે. જાપાની મીડિયાએ કહ્યું કે કોઈ પણ વિમાનમાં કોઈ પેસેન્જર ઘાયલ થયા હોવાના સમાચાર નથી. આ અકસ્માત જાપાનના ઉત્તરી દ્વીપ હોક્કાઈડોના ન્યૂ ચિટોસ એરપોર્ટ પર થયો હતો. એરલાઈન્સના એક અધિકારીઓ જણાવ્યું કે કોરિયન એરની ઉડાનમાં 289 પેસેન્જર અને ક્રૂ મેમ્બર સવાર હતા. 


હોક્કાઈડોના એરપોર્ટ થયો અકસ્માત


કોરિયન એરપોર્ટના એક અધિકારીએ કહ્યું કે કોરિયન એર લાઈન્સ અને કેથે પેસેફિક એરવેઝના બે વિમાનોની પાંખો ઉત્તરના ટાપુ હોક્કાઈડોના ન્યૂ ચિટોસ એરપોર્ટ પર એકબીજા સાથે ટકરાઈ હતી. આ દુર્ઘટનાનું મુખ્ય કારણ એરપોર્ટના રનવે પર જામેલો બરફ હોવાનું માનવામાં આવે છે. જાપાની મીડિયાના રિપોર્ટમાં કેથે પેસેફિક વિમાનમાં પેસેન્જરો હતો કે નહીં તે અંગે પરસ્પર વિરોધી જાણકારી સામે આવી રહી છે. કેથે પેસેફિક એરવેઝે દુર્ઘટના અંગે કોઈ નિવેદન આપ્યું નથી. 


કઈ રીતે સર્જાયો અકસ્માત?


કોરિયન એરવેઝના અધિકારીએ કહ્યું કે આ ઘટના ત્યારે સર્જાઈ જ્યારે ટોઈંગ કાર ટેક ઓફથી પહેલા કોરિયન એરના વિમાનને પાછળની તરફ ધકેલી રહી હતી. આ દરમિયાન તે જમીન પર બરફના કારણે ફસડાઈ ગઈ, તેથી વિમાનની પાંખો કેથે પેસેફિક વિમાનના જમણી બાજુની પાંખો સાથે ટકરાઈ ગઈ હતી. આ દુર્ઘટના બાદ વિમાનને તાત્કાલિક તપાસ માટે રોકી દેવામાં આવ્યું હતું. 




પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.