ગ્રીસમાં બે ટ્રેન વચ્ચે થઈ ટક્કર, દુર્ઘટનામાં થયા 26 જેટલા લોકોના મોત જ્યારે અનેક લોકોનું કરાયું રેસ્ક્યુ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-01 11:01:27

ગ્રીસમાં ભયંકર દુર્ઘટના સર્જાઈ છે જેમાં 26 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 85થી વધુ લોકો ઘાયલ થયા છે. બે ટ્રેનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર પેસેન્જર ટ્રેન એથેસથી થેસાલોનિકી જઈ રહી હતી. જ્યારે માલ ગાડી થેસાલોનિકીથી લારિસા જઈ રહી હતી. આ બંને ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેને કારણે પેસેન્જર ટ્રેનના આગળના ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માત બાદ ટ્રેનમાં આગ લાગી હતી. હાલ મૃત્યુઆંક 26 પર પહોંચ્યો છે પરંતુ મૃત્યુઆંક વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

एरियल व्यू में टक्कर के बाद ट्रेन के डिब्बे पटरी से उतरे नजर आ रहे हैं।

हादसे के बाद ट्रेन में आग लग गई, जिसके बाद धूआं उठता नजर आया।

અકસ્માતમાં થયા 26 જેટલા લોકોના મોત 

અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. મુખ્યત્વે રોડ અકસ્માતના કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે. પરંતુ ગ્રીસમાં ટ્રેનો વચ્ચે અકસ્માત થયો છે જેમાં 26 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 85 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મંગળવારે મોડી રાત્રે અકસ્માત થયો છે જેમાં પેસેન્જર ટ્રેન અને માલ ગાડી વચ્ચે ટક્કર થઈ છે. અકસ્માત સેંટ્રલ ગ્રીસના લારિસા શહેર નજીક બન્યો છે. પેસેન્જર ટ્રેન એથેસથી થેસાલોનિકી જઈ રહી હતી. જ્યારે માલ ગાડી થેસાલોનિકીથી લારિસા જઈ રહી હતી. પેસેન્જર ટ્રેનમાં 350થી વધારે લોકો સવાર હતા જેમાંથી 250 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 

हादसे के बाद ट्रेन में फंसे 250 लोगों को सुरक्षित बाहर निकाल लिया गया है।

तस्वीर में फायर ब्रिगेड के कर्मचारी स्पाइनल स्टेबलाइजिंग स्ट्रेचर ले जाते नजर आ रहे हैं।

અકસ્માત બાદ ટ્રેનમાં લાગી હતી આગ 

અકસ્માત થતા પેસેન્જર ટ્રેનના આગળના ડબ્બાઓ પાટા પરથી નીચે ઉતરી આવ્યા હતા જ્યારે બે ડબ્બાઓ નષ્ટ થઈ ગયા હતા. ટ્રેનો અથડાતા ટ્રેનમાં આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. મળતી માહિતી અનુસાર ટ્રેનનો આગળનો ભાગ  નષ્ટ થઈ ગયો હતો. આગ લાગવાને કારણે ચારેય તરફ ધૂમાડો ફેલાઈ ગયો હતો. જેને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં પણ તકલીફ પડી હતી. ટ્રેનમાં સવાર અનેક લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. આ અકસ્માત કોની ભૂલને કારણે સર્જાયો તે જાણી શકાયું નથી. 



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..