ચૂંટણી ચિહ્ન મામલે ઉદ્ધવ-શિંદે આમને સામને, ઉદ્ધવ પાસે દસ્તાવેજ રજૂ કરવા કાલે છેલ્લો દિવસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 20:35:21

મહારાષ્ટ્રમાં શિવસેના પર અધિકાર મામલે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે આમને સામને આવી ગયા છે. એકનાથ શિંદેના ગ્રુપે અંધેરીની વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા શિવસેનાના ધનુષ અને તીર પર દાવો કર્યો છે. સમગ્ર મામલે શિંદે જૂથે આજે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી હતી. એકનાથ શિંદેએ ચૂંટણી પંચને આવેદનમાં ધનુષ અને બાણની ફાળવણીની માગ કરી છે. ત્યારે ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને સમગ્ર મામલે પોતાનું પક્ષ રાખવા માટે કાલે બપોરે બે વાગ્યા સુધીનો સમય આપ્યો છે. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે ગ્રુપને જણાવ્યું છે કે જો કાલ બપોર સુધી તમારી પાસે કોઈ જવાબ નહીં હોય તો ચૂંટણી પંચ આ મામલે ઉચીત કાર્યવાહી કરશે. 


ઉદ્ધવ ગ્રુપે પોતાના દસ્તાવેજ આપવામાં અસમર્થ

અગાઉ ચૂંટણી પંચે બંને પક્ષને 7 ઓક્ટોબર સુધીમાં દસ્તાવેજ જમા કરાવવા માટે કહ્યું હતું. પરંતુ ઉદ્ધવ ઠાકરે જૂથે દસ્તાવેજ જમા નહોતા કરાવ્યા. ચૂંટણી પંચ તરફથી ઉદ્ધવ ઠાકરેને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે એકનાથ શિંદેની માગ છે કે પાર્ટીના ચૂંટણીના ચિહ્ન શિંદે જૂથને ફાળવવામાં આવે. અંધેરી પૂર્વ વિધાનસભા વિસ્તારની પેટાચૂંટણી માટે નામાંકન કરવાનું છે જેથી ઉદ્ધવ ગ્રુપને ઈમેઈલ મારફતે જાણ કરવામાં આવી છે. 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .