બ્રિટનના પ્રથમ હિંદુ PM ઋષિ સુનક ગુરૂવારે ઉપવાસ શા માટે રાખે છે?, સાસુ સુધા મૂર્તિ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-04-17 21:12:15

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે હંમેશા પોતાને ગૌરવપુર્વક હિંદુ ગણાવ્યા છે. તેઓ બ્રિટનના પહેલા પીએમ છે જે હિન્દુ છે. વર્ષ 2015માં જ્યારે તેઓ પહેલીવાર સાંસદ બન્યા હતા. આ પછી જ્યારે તેઓ નાણામંત્રી બન્યા ત્યારે તેમણે ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. હવે તેમના વિશે એક નવી વાત તેમના સાસુ સુધા મૂર્તિએ જાહેર કરી છે કે તેઓ દર ગુરુવારે ઉપવાસ શા માટે રાખે છે? સુધા મૂર્તિનો એક વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આમાં તેઓ એમ કહેતા સાંભળી શકાય છે કે તેમના જમાઈ બ્રિટિશ પીએમ સુનકે ગુરુવારથી ઉપવાસ શરૂ કર્યા છે. સુનક સુધા મૂર્તિની પુત્રી અક્ષતાનો પતિ છે.


સુધા મૂર્તિએ શું કહ્યું?


સુધા મૂર્તિના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તેમણે સુનકના ગુરુવારના ઉપવાસનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું, મારા ઘરે દરેક કાર્યક્રમ ગુરુવારે થાય છે. ઈન્ફોસિસ પણ ગુરુવારે જ લોન્ચ કરવામાં આવી હતી. મારા જમાઈ જે પંજાબી છે, જ્યારે તેમને ખબર પડી કે અમે રાઘવેન્દ્ર સ્વામીના ભક્ત છીએ, તેમણે પણ હવે ગુરુવારના ઉપવાસ શરૂ કર્યા છે. નારાયણ મૂર્તિ પણ 11 પ્રદક્ષિણા અને 88 નમસ્કાર કર્યા પછી જ કોફી પીવે છે. આ વિડિયો ક્યારનો છે તે અંગે કોઈ માહિતી મળી શકી નથી. પરંતુ તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.