"ઉમેશની હત્યાનું કાવતરું જેલમાં ઘડાયું હતું, શાઇસ્તા પણ સામેલ હતી": અતીક અહેમદની કબૂલાત


  • Published By :
  • Published Date : 2023-04-14 20:05:52

ઉમેશ પાલ હત્યાકાંડમાં મુખ્ય આરોપી ગેંગસ્ટર અતીક અહેમદ પોતાના પુત્ર અસદ અહેમદના એન્કાઉન્ટરથી માનસિક રીતે સંપુર્ણપણે તુટી ગયો છે. અતીકે કબૂલ કરી લીધું છે કે તેણે જ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. પોલીસના રિમાન્ડ કોપી મુજબ આરોપી અતીક અહેમદે 12 એપ્રીલ 2023ના રોજ પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું કે મેં ઉમેશ પાલ હત્યાનું સંપુર્ણ ષડયંત્ર બેસીને રચ્યું હતું. ગેંગસ્ટરે તે પણ કબુલ્યું કે તેના માટે તેમની પત્ની શાઈસ્તાએ મોબાઈલ અને સિમકાર્ડની વ્યવસ્થા કરી હતી.


શાઇસ્તાએ મદદ કરી હતી


અતીક અહેમદે કહ્યું, "મારી પત્ની મને જેલમાં મળવા આવતી હતી. મેં તેને સમજાવ્યું કે અન્ય વ્યક્તિના નામે બીજું  સિમ મેળવી લો. નવો મોબાઈલ લો. મારા માટે એક મોબાઈલ અને નવું સિમ કાર્ડ મોકલી દે જે. એક મોબાઈલ અને એક સિમ અશરફને પણ મોકલી આપજે." મેં શાઇસ્તાને સાબરમતી જેલમાં મોબાઇલ કયા સરકારી અધિકારી મારફત મોકલવાનો છે તેનું નામ પણ શાઇસ્તાને જણાવ્યું હતું. "મેં શાહિસ્તાને તે પણ જણાવી દીધું હતું કે અશરફને માત્ર જાણ કરી દે જે, તો તે જેલમાં જ પોતાના માણસ મારફતે મોબાઈલ અને સિમ મંગાવી લેશે"


શસ્ત્રો ખરીદવાની અને હત્યાની જવાબદારી શાઇસ્તા પર હતી


અતીક અહેમદે વધુમાં કહ્યું કે, 'રાજુ પાલના સમયમાં પોલીસકર્મીઓને છોડવામાં આવ્યા હતા. આ વખતે પહેલા પોલીસકર્મીઓને મારવામાં આવશે. આ પછી, શાઇસ્તા સાથે તમામ છોકરાઓમાં સંકલન જાળવવા, હથિયારો ગોઠવવા અને છોકરાઓને આપવા અને હત્યા કર્યા પછી, હથિયારો પાછા લેવા અને તેમને સુરક્ષિત રાખવા અને છોકરાઓને ફરાર કરાવવા અંગે ઉંડાણપૂર્વક વાતચીત થઈ હતી. મેં જ શાઇસ્તાને કહ્યું હતું કે શસ્ત્રો ક્યાંથી લાવવા અને કયા છોકરાઓને હત્યામાં સામેલ હશે. હત્યા બાદ છોકરાઓ હથિયાર ક્યાં પાછું રાખશે અને ત્યાંથી હથિયાર કાઢીને ફરીથી ક્યાં રાખશે. મેં તે જગ્યા શાઇસ્તાને પણ જણાવી હતી. અશરફને પણ એ જગ્યા વિશે ખબર હતી. હત્યા વખતે પૈસાની વ્યવસ્થા ક્યાંથી થશે તે પણ જણાવવામાં આવ્યું હતું.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.