લ્યો બોલો! દેશની બેંકોમાં જમા રૂ.35000 કરોડની રકમ છે નધણિયાત, SBI ખાતામાં સૌથી વધુ ડિપોઝિટ બિનવારસી


  • Published By :
  • Published Date : 2023-05-10 18:01:43

બેંકોમાં બિનવારસી પડેલી જંગી રકમને લઈને સરકાર મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. FSDCની બેઠકમાં બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં દાવો ન કરાયેલી રકમ સંબંધિત લોકો સુધી પહોંચાડવા માટે એક અભિયાન ચલાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે બેંકોમાં આવી 35,000 રૂપિયાની દાવા વગરની રકમ જમા છે, જેના માટે કોઈ દાવેદાર આગળ આવ્યો નથી. દેશમાં 10.24 કરોડ લોકો એવા છે જેમના પૈસા સરકાર પાસે પડ્યા છે, તેઓ આ રકમ અંગે ભૂલી ગયા છે અને તે અંગે દાવો પણ નથી કર્યો.


નાણામંત્રીની બેઠકમાં લેવાયો આ નિર્ણય


નાણામંત્રી નિર્મલા સીતારમણે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની તાજેતરની બેઠકમાં નિયમનકારો(રેગ્યુલેટર્સે)એ બેંકિંગ શેર, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ અથવા ઇન્સ્યોરન્સ વગેરેના રૂપમાં દાવો ન કરેલી રકમની પતાવટ માટે એક વિશેષ અભિયાન શરૂ કરવા જણાવ્યું હતું.


કઈ બેંકના ખાતામાં કેટલી રકમ બિનવારસી


બિનવારસી રકમ મામલે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ટોચ પર છે, SBIના ખાતામાં 8,086 કરોડની ડિપોઝીટ પડી છે, ત્યારબાદ પંજાબ નેશનલ બેંક રૂ. 5,340 કરોડ, કેનેરા બેંક રૂ. 4,558 કરોડ, અને બેંક ઓફ બરોડાના ખાતામાં રૂ. 3,904 કરોડની રકમ જમા છે.


બિનવારસી રકમ કોને કહેવાય?


બેંકોમાં જમા કરાવેલી ડિપોઝીટ 10 વર્ષ કે તેથી વધુ સમય સુધી રહે અને તેના પર કોઈ દાવો ન કરે તેવી રકમને બિનવારસી કહેવામાં આવે છે. ઘણી વખત એવું બને છે કે બેંકના ખાતાધારકનું મોત થઈ ગયું હોય કે પછી તેઓ વિદેશમાં સ્થાયી થયેલા લોકોની રકમના કોઈ દાવેદાર હોતા નથી. કેટલાક કેસમાં નોમિની કે કાયદેસરનો કોઈ વારસદાર ન હોવાથી પણ બેંકો પણ સાચા દાવેદારને શોધી શકતી નથી. આ કારણે અંતે દેશની તમામ બેંકોના ખાતામાં જમા 35 હજાર કરોડ રૂપિયા જેટલી રકમને આ વર્ષે ફેબ્રુઆરીમાં બેંકો દ્વારા રિઝર્વ બેંક (RBI)ને સુપ્રત કરવામાં આવી હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.