અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ 2ના મેગા ડિમોલિશન વિશે.
ચંડોળા તળાવ કે જ્યાં ફેઝ ૨ની ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. હવે આજે ડિમોલિશનની કામગીરી અંતર્ગત ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. વહેલી સવારે ચંડોળા તળાવના સીરાજ નગરમાં આવેલી સિરાજ મસ્જિદને તોડી પાડવામાં આવી છે. આ પછી લલ્લુ બિહારીના ફાર્મની બાજુમાં આવેલી અલી નામની મસ્જિદને પણ તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આપને જણાવી દયિકે , ચંડોળા તળાવમાં નાની મોટી ૯ મસ્જિદો આવેલી છે. આ તમામ મસ્જિદો ગેરકાયદેસર દબાણ કરીને બનાવવામાં આવી છે હવે , તેમને હટાવવાની કામગીરી આજ વહેલી સવારથી જ શરુ થઈ ચુકી છે. સાથે જ કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ખુબ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ત્યાં હાજર છે . જેમ કે , શાહ આલમથી નારોલ PWD ઓફિસ તરફ જવાનો રોડ બંધ કરવામાં આવ્યો છે. સાથે જ શાહઆલમ પાસે આવેલી હજરત ચોકીદાર બાવાની દરગાહ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અમદાવાદના ઇતિહાસના આ સૌથી મોટા ડિમોલિશનમાં ૩૫ હીટાચી મશીન , 15 જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તમામ આધુનિક મશીનોની મદદથી ૮૫૦૦ નાના મોટા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા . જોકે ગયિકાલે સતત ગરમીના કારણે હીટાચી મશીન બગાડ્યા હતા તેના કારણે સમય વેડફાયો હતો .વાત કરીએ ચંડોળા તળાવની તો તે બે ભાગમાં વહેંચાયેલું છે . છોટા ચંડોળા તળાવ અને બડા ચંડોળા તળાવ . છોટા ચંડોળા તળાવમાં ચાલી રહ્યું છે મેગા ડિમોલિશન . છોટા ચંડોળા તળાવ ઇસનપુર વિસ્તારમાં આવેલું છે. અંદાજે એક કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ઇસનપુર સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફ જતા રોડ પર વિસ્તાર આવેલો છે.