ગાજવીજ સાથે આવશે કમોસમી વરસાદ? 13 તારીખ સુધી આ વિસ્તારોમાં વરસી શકે છે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By :
  • Published Date : 2024-05-10 17:48:10

ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે... પ્રિમોનસુન એક્ટિવીટિને કારણે ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

Image


Image

આ વિસ્તારોમાં આવી શકે છે ગાજવીજ સાથે વરસાદ 

શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો.. તે બાદ ઉનાળામાં કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. 10 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર નવસારી, વલસાડ, દમણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત 11 તેમજ 12 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર નર્મદા, તાપી, ડાંગ, નવસારી, છોટા ઉદેપુર, મહીસાગર. દમણ સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે...

Image


Image

જગતના તાતની વધી ચિંતા    

13 તારીખ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. આગાહી અનુસાર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ ,ભરૂચ. તાપી, ડાંગ, નવસારી, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે... મહત્વું છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધતી હોય છે. તેમના પકવેલા પાકને મોટા પાયે નુકસાન થાય છે..   ખેડૂતોને રડવાનો વારો આવે છે.. 



"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.

ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.