શીતલહેર વચ્ચે આ રાજ્યોમાં થઈ શકે છે વરસાદ


  • Published By :
  • Published Date : 2023-01-12 09:32:57

દેશના ઉત્તરભારતના રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શીતલહેરને કારણે લોકોને હાડકા થીજવી દે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર સમયમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. એક તરફ  હિમનો વરસાદ થઈ રહ્યો છે તો બીજી તરફ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની કરાઈ આગાહી 

ઠંડીનો ચમકારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે જે અનુસાર આવનાર દિવસોમાં ઠંડીની સાથે સાથે કમોસમી વરસાદ પણ થઈ શકે છે. દિલ્હીમાં ઠંડીને કારણે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં પણ ઠંડીને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. બિહારમાં પણ શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. 


હિમવર્ષા થવાની કરાઈ આગાહી 

ઉત્તરપ્રદેશની સાથે હિમાચલપ્રદેશ, લદ્દાખ તેમજ કાશ્મીર માટે પણ આગાહી કરવામાં આવી છે. આ રાજ્યોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં પણ હિમવર્ષાનું એલર્ટ જાહેર કરવામાં આવી છે. ઠંડીમાં વરસાદ પડવાને કારણે બે ઋતુનો અહેસાસ થઈ શકે છે. ઉપરાંત અનેક રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ પર જોવા મળી રહ્યું છે.  


 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે