UPSCનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, ટોપ 4માં માત્ર યુવતીઓ, ઈશિતા કિશોર ટોપર, 933 ઉમેદવારોનું થયું સિલેક્શન


  • Published By :
  • Published Date : 2023-05-23 15:39:08

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસ પરીક્ષા 2022નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. ઈશિતા કિશોર, દ્વિતીય નંબર ગરિમા લોહિયા, તૃતીય ક્રમે ઉમા હરતિ એન અને ચોથું સ્થાન સ્મૃતિ મિશ્રાએ પ્રાપ્ત કર્યું છે. પરિણામના લગભગ 15 દિવસ પછી તેમના માર્ક્સ જાહેર કરવામાં આવશે. UPSCના ઇન્ટરવ્યુ રાઉન્ડમાં ભાગ લેનાર ઉમેદવારો કમિશનની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર UPSC પરિણામ 2022 જોઈ શકે છે. UPSC એ 24 એપ્રિલથી 18 મે, 2023 સુધી ત્રીજા તબક્કાના વ્યક્તિગત ઇન્ટરવ્યુ લીધા હતા, હવે પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે.


933 ઉમેદવારોની પસંદગી


UPSC સિવિલ સર્વિસ પરીક્ષાના અંતિમ પરિણામમાં કુલ 933 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તેમાંથી 345 ઉમેદવારો જનરલ, 99 EWS, 263 OBC, 154 SC અને 72 ST કેટેગરીના છે. 178 ઉમેદવારોની અનામત યાદી પણ તૈયાર કરવામાં આવી છે. IAS પદો પર પસંદગી માટે 180 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.


પસંદ કરેલ ટોચના 10 ઉમેદવારોની યાદી


1. ઈશિતા કિશોર 2. ગરિમા લોહિયા 3. ઉમા હરતિ એન 4. સ્મૃતિ મિશ્રા5. મયુર હજારિકા 6. ગેહાના નવ્યા જેમ્સ 7. વસીમ અહેમદ 8. અનિરુદ્ધ યાદવ 9. કનિકા ગોયલ 10. રાહુલ શ્રીવાસ્તવ


1011 પદો માટે ભરતી નિકળી હતી


UPSCએ 03 તબકકામાં સિવિલ સર્વિસ 2022ના ઉમેદવારોના પર્સનલ ઈન્ટરવ્યૂ લીધા હતા. જેમાં ત્રીજો અને ફાઈનલ ફેઝ 18 મે 2023એ સમાપ્ત થયો હતો. UPSC દ્વારા જાહેર સિવિલ સર્વિસ મેઈન 2022ના પરિણાણ પ્રમાણે, સિવિલ સર્વિસ પ્રિલિમ અને મેઈન પરીક્ષામાં સફળ થયેલા લગભગ 2,529 ઉમેદવારોને ઈન્ટર્વ્યું માટે બોલાવવામાં આવ્યા હતા. UPSCએ સિવિલ સર્વિસ પરીક્ષા 2022 હેઠળ  IAS, IPS સહિત 1011 પદો માટે ભરતી નિકાળી હતી.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે