ભારત-પાકિસ્તાન મેચ જોવા અમદાવાદ આવેલી ઉર્વશી રૌતેલાનો 24 કેરેટ ગોલ્ડ આઇફોન ખોવાયો, લોકોને કરી આ વિનંતી


  • Published By :
  • Published Date : 2023-10-15 16:36:39

ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી વર્લ્ડ કપ મેચ જોવા માટે ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. જેમાં અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો પણ સમાવેશ થતો હતો. ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવેલી અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો આઇફોન ખોવાઈ ગયો હતો. હવે ઉર્વશીએ આ મામલે અમદાવાદ પોલીસની મદદ માગી છે.


એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર આપી જાણકારી


અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી શેર કરી છે. અભિનત્રીએ લખ્યું કે, મારો 24 કેરેટ રિયલ ગોલ્ડ આઇફોન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખોવાઈ ગયા છે. જો કોઈના ધ્યાનમાં આવે, તો કૃપા કરીને મદદ કરો. જલદી મારો સંપર્ક કરો. આ સાથે જ અભિનેત્રીએ અમદાવાદ પોલીસને પણ ટેગ કર્યો છે. આ મામલે અમદાવાદ પોલીસે પણ રિપ્લાય આપતા આઈફોનની ડિટેલ માંગી છે, જેથી ફોનની તપાસ કરવામાં આવે. આ પહેલા પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈફોન ખોવાઈ જવાના મામલા સામે આવી ગયા છે. આઈપીએલ મેચ દરમિયાન ઘણા આઈફોન ખોવાઈ જવાના કેસ સામે આવ્યા હતા.


ઉર્વશીએ સ્ટેડિયમનો વીડિયો શેર કર્યો


આ પહેલા ઉર્વશી રૌતેલાએ તેના સ્ટેડિયમમાંથી એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ભારતને જીત તરફ આગળ વધતી જોઈને ઘણી ખુશ જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા માટે અભિનેત્રી બ્લુ ડ્રેસ પહેરીને સ્ટેડિયમ પહોંચી હતી. એક્ટ્રેસનો આ લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ પહેલા પણ ઉર્વશી ઘણી વખત મેચ જોતી જોવા મળી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે