અમેરિકામાં હિમ તોફાનથી 41 લોકોના મોત, લાખો ઘરોમાં વીજળી ગુલ, એરપોર્ટ બંધ, માર્ગો પર હજારો વાહનોની કતારો


  • Published By :
  • Published Date : 2022-12-26 14:02:01

અમેરિકામાં ભયાનક હિમવર્ષાથી અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયા છે. બર્ફિલા તોફાનોના કારણે દેશના કેટલાક રાજ્યોમાં તાપમાન માઈનસ 45 ડિગ્રી પર પહોંચી ગયું છે. સ્થિતી એટલી ખરાબ છે કે ક્રિસમસ વેકેસન મનાવવાની લોકોની ઈચ્છાઓ પર પાણી ફરી વળ્યું છે. સુસવાટા મારતા ઠંડા પવનોના કારણે સરકારે પણ લોકોને ઘરમાં જ રહેવાની વિનંતી કરી છે. 


શા માટે હિમ તોફાન?


અમેરિકામાં આર્કટિક વિષ્ફોટ અને  સતત બર્ફિલા તોફાનોના કારણે તાપમાન શુન્યથી પણ નીચુ આવી ગયું છે. માર્ગો પર બરફના થર જામી ગયા છે. હવામાન વિષમ બનતા શાળા-કોલેજો છે. સમગ્ર દેશમાં વ્હાઈટ આઉટ જેવી સ્થિતી સર્જાઈ છે. દેશના હવામાન વિભાગે હિમ પ્રપાતના કારણે એરપોર્ટ પર 43 ઈંચ જેટલી બરફ વર્ષા થશે જેવી ચેતવણી આપી હતી. આ કારણે હવાઈ સેવા ખોરવાઈ હતી. દેશના વિવિધ એરપોર્ટ પરથી બરફ ખસેડવાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. માર્ગો પરથી બરફના ઢગ જામ્યા હોવાથી હાલ બરફ હટાવી રસ્તાઓ ચોખ્ખા કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. 


6.5 કરોડ લોકોને બ્લેકઆઉટની ચેતવણી


પૂર્વી અમેરિકાના એક અગ્રણી પાવર ગ્રીડ ઓપરેટરે 6.5 કરોડ લોકોને બ્લેક આઉટની ચેતવણી ઉચ્ચારી છે. પેન્સેલવેનિયા સ્થિત પીજેએમ ઈન્ટરકનેક્સને કહ્યું કે વિજ સંયંત્રોને ઠંડા હવામાનમાં કામ કરવામાં મુશ્કેલી આવી રહી છે. સ્થાનિક વીજ કંપનીઓએ પાવર કટના અમલની સુચના આપી છે.


25 કરોડ લોકો કાતિલ ઠંડીની ઝપેટમાં


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સતત હિમપ્રપાતના કારણે અમેરિકા અને કેનેડાના 25 કરોડ લોકોની જિંદગી પર કાતિલ ઠંડીનું જોખમ તોળાઈ રહ્યું છે. ટેક્સાસથી લઈને કેનેડાના ક્યુબેક સુધી એટલે કે 32 હજાર કિલોમીટર સુધી આ તોફાનની અસર જોવા મળી રહી છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.