અમેરિકામાં બેંકિંગ સેક્ટર આર્થિક ભીંસમાં આવ્યું, દેશની વધુ એક બેંક ડુબવાના આરે


  • Published By :
  • Published Date : 2023-04-30 15:45:22

અમેરિકામાં વધુ એક બેંક ડુબવાના આરે છે. સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંક બાદ હવે ફર્સ્ટ રિપબ્લિક બેંક પણ તેના અંતિમ શ્વાસો લઈ રહી છે. ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશને JPMorgan Chase & Co અને PNC ફાયનાન્સિયલ સર્વિસીસ ગ્રુપ ઇન્કને રવિવાર સુધીમાં તેમની અંતિમ બિડ સબમિટ કરવા જણાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ફર્સ્ટ રિપબ્લિક બેંકના શેરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં 97% ઘટાડો થયો છે. FDIC એ શુક્રવારે આગળની પ્રક્રિયા માટે બે મોટી બેંકોની પસંદગી કરી હતી. એટલે કે ફરી એકવાર શુક્રવારનો દિવસ બેંકરો માટે ભારે પડી રહ્યો છે.


તમામ બેંકો શુક્રવારે જ ડુબ્યા 


તાજેતરમાં, 10 માર્ચે, અમેરિકાની સિલિકોન વેલી બેંકને નિયમનકારો દ્વારા કબજે કરવામાં આવી હતી, એ દિવસે પણ શુક્રવાર હતો. અમેરિકાના ઈતિહાસમાં આ બીજા નંબરની સૌથી મોટી ડુબનારી બેંક પતન છે. એ જ રીતે, 10 માર્ચે જ સિગ્નેચર બેંકમાંથી 10 અબજ ડોલર ઉપાડવામાં આવ્યા હતા, એ દિવસે શુક્રવાર હતો. બે દિવસ પછી, યુએસ રેગ્યુલેટર્સે તેને પોતાના કબજામાં લઈ લીધું. ક્રેડિટ સુઈસને ડૂબવાથી બચાવવા માટે UBS એ માર્ચ 17, 2023 ના રોજ બિડ કરી હતી, એ દિવસે પણ શુક્રવાર હતો.



જમાવટની ટીમે સાબરકાંઠા લોકસભા બેઠકના બંને ઉમેદવાર શોભનાબેન બારૈયા અને તુષાર ચૌધરીને ફોન કર્યો હતો અને જાણવાની કોશિશ કરી હતી કે આગામી પાંચ વર્ષનું તેમનું વિઝન શું છે.

પરષોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ કરી રહ્યો છે.. અનેક સ્થળો પર ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરવામાં આવી છે. આ બધા વચ્ચે જમાવટની ટીમ હિંમતનગરના દેધરોટા ગામમાં પહોંચી હતી અને ભાજપ માટે ત્યાંના લોકો શું વિચારે છે, વિવાદને લઈ લોકો શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી..

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો..નાની નાની વયના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થવા લાગ્યા. ત્યારે એવું માનવામાં આવતું કે કોરોના વેક્સિનની સાઈડ ઈફેટને કારણે આ કિસ્સાઓમાં વધારો કર્યા છે. ત્યારે કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રજેનેકા દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા પહેલા ગામડે ગામડે જઈ વિરોધ કરતા હતા પરંતુ હવે તેમણે રણનીતિ બદલી છે.