યુએસ-ઇન્ડિયા સેમિકન્ડક્ટર રાઉન્ડટેબલ સિરીઝનું ફિનાલે મુંબઈમાં યોજાયું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-06 15:01:26

આધુનિક યુગમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઈસનું હૃદય એવા સેમિકન્ડક્ટરની માંગ ખુબ જ જોરદાર રીતે વધી રહી છે. ત્યારે ભારત પણ સેમિકન્ડક્ટર ક્ષેત્રે પાછળ રહેવા માટે તૈયાર નથી . ભારત અને અમેરિકા વચ્ચે સેમિકન્ડક્ટર ક્ષેત્રે સહકાર વધારે મજબૂત થઈ શકે તે માટે મુંબઈમાં યુએસ-ઇન્ડિયા સેમિકન્ડક્ટર રાઉન્ડટેબલ સિરીઝ યોજાઈ હતી . જેનું આયોજન યુએસ કોન્સ્યુલેટ જનરલ મુંબઈ દ્વારા ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ અને શાર્દુલ અમરચંદ મંગલદાસ એન્ડ કો.  સાથે સહયોગથી જીઓ વર્લ્ડ કન્વેનશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું . 

આ રાઉન્ડટેબલ સિરીઝની શરૂઆત ૧૫મી જાન્યુઆરીના રોજ મુંબઈથી થઈ હતી તે પછી તેના અન્ય ત્રણ સેશન અનુક્રમે નાગપુર , પુણે અને અમદાવાદમાં યોજાયા હતા. હવે મુંબઈ ખાતે તેના ફિનાલે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું . સેમિકન્ડક્ટર ક્ષેત્રે જે રાઉન્ડટેબલ સિરીઝ યોજાઈ હતી , તેમાં ટ્રસ્ટ ઇનિશિએટિવને લાગુ કરવા માટે ચર્ચા હાથ ધરાઈ હતી . આ એજ ટ્રસ્ટ ઇનિશિએટિવ છે જે ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૫માં લોન્ચ કરવામાં આવ્યું હતું . તેનું ફુલ ફોર્મ થાય છે , ટ્રાન્સફોર્મિંગ રિલેશનશિપ યૂટિલાઇઝિંગ સ્ટ્રેટેજિક ટેક્નોલોજી. 

આ યુએસ - ઇન્ડિયા સેમિકન્ડક્ટર રાઉન્ડટેબલ સિરીઝમાં કોન્ઝ્યુલ જનરલ માઈક હાંકી અને જેરડ મોંડશેન હાજર રહ્યા હતા. માઈક હાંકીએ ક્રાયક્રમને સંબોધન કરતા કહ્યું છે કે , " સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી ગ્લોબલ ઇનોવેશનના મધ્યમાં છે , ભારત અને તેમાં પણ પશ્ચિમી ભારત ખુબ જ નિર્ણાયક ભાગ ભજવવા જઈ રહ્યું છે. આ રાઉન્ડટેબલ સિરીઝના કારણે સરકાર , અકાદમી અને બિઝનેસ લીડર્સ વચ્ચે ખુબ જ મહત્વનો સંવાદ થયો છે . તેણે ભારત અને અમેરિકાનો સહયોગ વધારે મજબૂત કર્યો છે જે આર્થિક સંરક્ષણથી લઇને વૈશ્વિક સપ્લાય ચેનને વધારે મજબૂત કરે છે . અમે ટ્રસ્ટ ફ્રેમવર્કમાં અંતર્ગત આ સંવાદ કરીને ગર્વની લાગણી મેહસૂસ કરીએ છીએ. " 

જેરડ મોંડેશેને સંબોધન કરતા કહ્યું છે કે , " અમારી પેહલી પ્રાથમિકતા ટ્રસ્ટ ઇનિશિયેટીવને ઓપરેશનલાઈઝ કરવાની છે જેનાથી ભારત અને અમેરિકા વચ્ચે ઇમર્જિંગ ટેક્નોલોજી સેક્ટરમાં સહકાર વધી શકે. સહયોગ અને સંવાદ જે અહીં પશ્ચિમી ભારતમાં થયો છે તે બે દેશોના સલામત અને ઇનોવેટિવ ભવિષ્ય માટે ખુબ જરૂરી છે ." 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે