સુપર પાવર અમેરિકા નાદારીના આરે, દેશ પાસે અત્યારે માત્ર 57 અબજ ડોલર જ જમા રકમ


  • Published By :
  • Published Date : 2023-05-24 15:24:04

અમેરિકામાં ડેટ સીલિંગનું સંકટ સતત ઘેરાતુ જાય છે. જો આ સમસ્યાનું સમાધાન લાવવામાં નહીં આવે તો દેશ તેના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ડિફોલ્ટ જાહેર થઈ શકે છે. દેશ પાસે અત્યારે માત્ર 57 અબજ ડોલર જેટલું જ રોકડ નાણું બચ્યું છે.અમેરિકાને દરરોજ 1.3 અબજ ડોલર વ્યાજ પેટે ચૂંકવવું પડી રહ્યું છે. દેશમાં આ સંકટની અસર હવે જોવા મળી રહી છે. મંગળવારે શેરબજારમાં પણ કડાકો બોલાયો હતો અને ચાર કલાકમાં 400 અબજ ડોલર સ્વાહા થઈ ગયા. અમેરિકાના નાણામંત્રી જેનેટ યેલેને પણ ચેતવણી આપી છે કે જો આ સંકટનું સમાધાન શોધવામાં નહીં આવે તો 1 જૂનના રોજ દેશ નાદાર થઈ જશે.


કઈ રીતે સર્જાયું આ સંકટ?


અમેરિકા દુનિયાભરના રોકાણકારોનું પ્રિય દેશ રહ્યો છે. વિશ્વના રોકાણકારો દ્વારા અમેરિકાને સૌથી શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. આજ કારણે રોકાણકારો અમેરિકાના શેર બજારમાં અને બોન્ડમાં રોકાણ કરતા રહે છે. હવે જો અમેરિકા દેવું ચૂકવવામાં ડિફોલ્ટ કરે છે તો તમામ આઉટસ્ટેન્ડિંગ સીરીઝ ઓફ બોન્ડ્સ પર વિપરીત અસર પડશે. તેમાં ગ્લોબલ કેપિટલ માર્કેટસમાં લોન્ચ કરાયેલા બોન્ડ્સ, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ક્રેડિંટ કોમર્શિયલ બેંકો અને ઈન્સ્ટીટ્યુટ લેન્ડર્સની સાથે થયેલા ફોરેન કરેન્સી ડિમોમિનેટેડ લોન એગ્રિમેન્ટનો પણ સમાવેશ થાય છે. 


ડેટ લિમિટ શું છે?


ડેટ લિમિટ તે મર્યાદા હોય છે જ્યાં સુધી ફેડરલ ગવર્નમેન્ટ ઉધાર લઈ શકે છે. વર્ષ 1960થી આ લિમિટને 78 વખત વધારવામાં આવી ચૂકી છે. છેલ્લે ડિસેમ્બર 2021માં તે વધારીને 31.4 ટ્રિલિયન ડોલર કરવામાં આવ્યું છે. પરતું ગવે તે મર્યાદાને વટાવી ચુકી છે. બ્હાઈટ હાઉસ કાઉન્સિલ ઓફ ઈકોનોમિક એડવાઈઝર્સના એક બ્લોગ પોસ્ટના જણાવ્યા મુજબ ડેટ સીલિંગને વધારવામાં નહીં આવ તો પ્રલય આવી જશે, અમેરિકાની શાખને મોટું નુકસાન થશે, અર્થતંત્રને ફટકો પડતા લાખો લોકો બેરોજગાર થઈ જશે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.