અમેરિકામાં ટેકનિકલ ખરાબીના કારણે તમામ ફ્લાઈટ જમીન પર, એરપોર્ટ પર અંધાધુંધી


  • Published By :
  • Published Date : 2023-01-11 18:25:26

અમેરિકામાં તમામ ફ્લાઈટસને એક ટેકનિકલ ખરાબીના કારણે ગ્રાઉન્ડ પર ઉતારી દેવામાં આવ્યા છે. ખરાબ થયેલી સિસ્ટમ ઉડાન દરમિયાન પાયલોટોને જોખમો કે એરપોર્ટની ફેસિલિટી સર્વિસીસ અને તેના સંબંધીત પ્રક્રિયાઓમાં કોઈ બદલાવને લઈ ચેતવણી આપી હતી. અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું છે કે એવિયેશન સિસ્ટમમાં ખામી સર્જાયા બાદ આ હુકમ કર્યો છે. આ હુકમ બાદ અમેરિકાના તમામ એરપોર્ટ પર પેસેન્જરોની ભીડના કારણે અફરાતફરી મચી હતી. FAAએ જણાવ્યું કે તેમની ટીમ NOTAMSમાં આવેલી ટેકનિકલ ખામીને દુર કરવાના પ્રયાસો કરી રહી છે. 


ઓથોરિટીએ જાહેર કરી NOTAM


FAAએ તેની એડવાઈઝરીમાં જણાવ્યું છે કે આ ટેકનિકલ ખરાબી બાદ NOTAM (નોટિસ ટૂ એર મિશન) જાહેર કરવામાં આવી છે. NOTAM NOTAM એક ચેતવણી હોય છે. જેમાં એક નિશ્ચિત હવાઈ વિસ્તારમાં તમામ ઉડાનોને પ્રતિબંધિત કરી દેવામાં આવે છે. NOTAM ઘણી વખત મિસાઈલ કે બીજા હવાઈ ઉપકરણોના પરીક્ષણ દરમિયાન જાહેર કરવામાં આવે છે. જેમાં સામાન્ય વિમાન પરિચાલનને જોખમ ઉભું થવાની આશંકા જોવા મળે છે.


સિસ્ટમમાં સુધારા બાદ જ ફ્લાઈટને મંજુરી


ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટવેઅરે જણાવ્યું છે કે સવારે 5.31 વાગ્યાથી 400થી વધુ ફ્લાઈટ અમેરિકાની અંદર કે બહાર નિર્ધારીત સમયથી મોડી ચાલી રહી છે. FAAએ પોતાની વેબસાઈટ પર જણાવ્યું કે તેમના ટેકનિશિયન વર્તમાનમાં સિસ્ટમ યથાવત કરવાનું કામ કરી રહ્યા છે. જો કે તેમાં કેટલો સમય લાગશે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી. આ ખરાબીને દુર કરવામાં આવ્યા બાદ તમામ ફ્લાઈટને એક નિશ્ચિત ક્રમમાં બીજી વખત ઉડાન ભરવાની મંજુરી આપવામાં આવશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે