અમેરિકાના F-15 વિમાનોએ સીરિયામાં કરી બોંબવર્ષા, 9 લોકોના મોત, ઈરાનના હથિયારોના ડેપોને નિશાન બનાવ્યો


  • Published By :
  • Published Date : 2023-11-09 11:23:05

અમેરિકાએ બુધવારે પૂર્વી સીરિયા  (US Attack In Syria)માં હમાસને સમર્થન આપતા ઈરાન સાથે જોડાયેલા હથિયારોના સંગ્રહ કેન્દ્ર પર હુમલો કર્યો હતો. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિને કહ્યું કે બે અમેરિકન  F-15 એરક્રાફ્ટે અમેરિકન કર્મચારીઓ પર હુમલાના જવાબમાં આ હુમલો કર્યો હતો. યુદ્ધ મોનિટરએ જણાવ્યું હતું કે બુધવારના રોજ પૂર્વી શહેર ડેર એઝોર પર થયેલા હુમલામાં ઈરાન સમર્થિત જૂથો સાથે જોડાયેલા નવ લોકો માર્યા ગયા હતા. 


ઈઝરાયેલને ખુલ્લેઆમ સમર્થન 


ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અમેરિકા તેના મિત્ર દેશ ઈઝરાયેલને ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યું છે. અમેરિકા પણ આડકતરી રીતે આ યુદ્ધમાં કૂદી પડ્યું છે, બુધવારે અમેરિકાએ પૂર્વ સીરિયામાં હમાસને ટેકો આપતા ઈરાન સાથે જોડાયેલા હથિયારોના સંગ્રહ કેન્દ્ર પર હુમલો કર્યો હતો અને બે અઠવાડિયામાં આ બીજી વખત છે જયારે અમેરિકાએ સીરિયામાં કોઈ સ્થળને નિશાન બનાવ્યું હોય. આ હુમલામાં 9 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકા ઇરાન અને તેના સાથી દેશોના લડવૈયાઓને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષને પ્રાદેશિક યુદ્ધમાં ફેરવતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.


સ્વબચાવ માટે હુમલો કર્યો


ઓસ્ટીને એક નિવેદનમાં જણાવ્યું હતું કે " અમેરિકન સૈન્ય દળોએ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) અને પૂર્વ સીરિયામાં સંલગ્ન જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતી સુવિધા પર સ્વ-રક્ષણ હુમલો કર્યો છે," ઓસ્ટીને વધુમાં જણાવ્યું કે, "આ હુમલો બે અમેરિકન F-15 દ્વારા હથિયારોના સંગ્રહની સુવિધા પર કરવામાં આવ્યો હતો. "આ ચોક્કસ સ્વ-બચાવ હુમલોએ અમેરિકન લોકો અને ઇરાક અને સીરિયામાં તેમની સુવિધાઓ સામે IRGC-Quds ફોર્સ સાથે સંકળાયેલા શ્રેણીબદ્ધ હુમલાઓનો પ્રતિસાદ છે," ઉલ્લેખનિય છે કે ઈસ્લામિક સ્ટેટ જૂથને ફરી વધતા રોકવાના પ્રયાસોના ભાગરૂપે લગભગ 2,500 અમેરિકન સૈનિકો ઈરાકમાં અને લગભગ 900 અમેરિકન સૈનિકો સીરિયામાં તૈનાત છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.