ચીનની પોલ ખુલી, અમેરિકાએ ચાઈનીઝ બલુન અંગે કર્યો આ મોટો ખુલાસો, ડ્રેગનની ચિંતા વધી


  • Published By :
  • Published Date : 2023-02-14 14:44:13

અમેરિકામાં ચાઈનીઝ બલુન અને યુએફઓ તોડી પાડવામાં આવ્યા બાદ વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાએ ખુલાસો કર્યો છે કે ચીને આ જાસૂસી ફુગ્ગાઓની મદદથી ભારતથી ગલ્ફ દેશોમાં જાસૂસી કરી છે. હવે ચીનના આ જાસૂસી ફુગ્ગાઓનો સૌથી મહત્વપૂર્ણ કાટમાળ અમેરિકાના હાથમાં મળ્યો છે જે ડ્રેગનની પોલ ખોલી શકે છે. 


ચીન કરી રહ્યું હતું જાસુસી


અમેરિકાની ડિફેન્સ મિનિસ્ટ્રી પેન્ટાગોને કહ્યું કે સેનાને હાઈ-એલ્ટિટ્યૂડ સ્પાય બલૂનના મુખ્ય સેન્સર મળ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની મદદથી છેલ્લા ઘણા સમયથી ગુપ્તચર દેખરેખ કરવામાં આવી રહી હતી. ચીન છેલ્લા ઘણા સમયથી આ જાસૂસી ફુગ્ગાઓની મદદથી આખી દુનિયા પર નજર રાખી રહ્યું છે. અમેરિકાએ ખુલાસો કર્યો છે કે આ જાસૂસી બલૂન ભારત, જાપાન, ગલ્ફ દેશો અને લેટિન અમેરિકન દેશો ઉપર ઉડી ચૂક્યું છે. 


અમેરિકાની એરફોર્સે તોડી પાડ્યું હતું


અમેરિકાની એરફોર્સે 10 દિવસ પહેલા જ  સાઉથ કેરોલિનાના કિનારે ફાઈટર જેટની મદદથી ચીનના આ જાસૂસી બલૂનને હવામાં તોડી પાડ્યું હતું. યુએસ આર્મીના નોર્ધન કમાન્ડે જણાવ્યું હતું કે, ક્રૂએ ઘટનાસ્થળેથી નોંધપાત્ર કાટમાળ મેળવ્યો છે. તેમાં તમામ મુખ્ય સેન્સર અને ઈલેક્ટ્રોનિક પીસ પણ સામેલ છે. આ ચાઈનીઝ બલૂનને પહેલીવાર 4 ફેબ્રુઆરીએ નીચે ઉતારવામાં આવ્યું હતું. આ પહેલી રહસ્યમય વસ્તુ હતી જેને અમેરિકી સેના દ્વારા મિસાઈલમાંથી છોડવામાં આવી હતી અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસે પણ છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ અજાણી વસ્તુઓને મારવાના પગલાનો બચાવ કર્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે