અમેરિકાના પ્રમુખે PM મોદીની કરી પ્રશંસા, જો બિડેને કહ્યું ' USમાં તમે ખૂબ લોકપ્રિય છો, મારે તમારો ઓટોગ્રાફ લેવો જોઈએ'


  • Published By :
  • Published Date : 2023-05-21 13:19:43

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કોઈનાથી છુપાયેલી નથી, પરંતુ હવે તો દુનિયાના મોટા દેશોના વડાઓ પણ પીએમ મોદીના ચાહક બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન વડાપ્રધાન મોદીના એટલા પ્રશંસક બની ગયા છે કે તેઓ પણ તેમનો ઓટોગ્રાફ લેવા માટે પહોંચી ગયા હતા.


'મારે તમારો ઓટોગ્રાફ જોઈએ છે'


ક્વાડ મીટિંગ દરમિયાન જો બિડેને પીએમ મોદીને કહ્યું કે તેઓ ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે કારણ કે તેમને તેમના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઘણા ટોચના નાગરિકો તરફથી ઘણી અરજીઓ મળી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પીએમ મોદી જૂનમાં અમેરિકા જવાના છે. જો બિડેને પીએમ મોદીને એમ પણ કહ્યું કે 'તેમણે પીએમ મોદીનો ઓટોગ્રાફ લેવો જોઈએ'.


ગઈ કાલે પણ બંને નેતાઓ પ્રેમથી ભેંટ્યા હતા


જાપાનમાં ક્વાડ મીટિંગ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન જે રીતે પીએમ મોદીને મળવા માટે તેમની ખુરશી પાસે આવ્યા ત્યારે પીએમ મોદી પણ આદર સાથે ઉભા થયા અને તેમને ભેટ્યા હતા તે આખી દુનિયાએ જોયું હતું. આ પહેલા પણ બંને નેતાઓ અનેક પ્રસંગોએ એકબીજાને ઉષ્માપૂર્વક મળ્યા છે. તેમજ વ્હાઇટ હાઉસ પીએમ મોદી માટે ખાસ ડિનરનું આયોજન કરવા જઇ રહ્યું છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.