અમેરિકાના પ્રમુખ બિડેને લીધી યુક્રેનની ગુપ્ત મુલાકાત, કીવને 50 કરોડ ડોલરની મદદ, રશિયા ધુઆફુઆ થયું


  • Published By :
  • Published Date : 2023-02-20 17:30:27

અમેરિકાના પ્રમુખ જો બિડેન યુધ્ધગ્રસ્ત દેશ યુક્રેનની મુલાકાતે પહોંચ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરી 2022ના દિવસે યુધ્ધ શરૂ થયા બાદ બિડેનનો આ સૌપ્રથમ યુક્રેન પ્રવાસ છે. અમેરિકાના પ્રમુખ બિડેન કીવ પહોંચ્યા તેને લઈ રશિયા ભયાનક ગુસ્સે થયું છે. 


યુક્રેનને મિત્ર અમેરિકાનું સમર્થન


અમેરિકાના પ્રમુખ જો બિડેનની આ સરપ્રાઈઝ યુક્રેન મુલાકાતનો હેતુ યુક્રેન સમર્થન આપવાનો છે. એક વર્ષથી ચાલી રહેલા આ યુધ્ધના કારણે યુક્રેન આર્થિક રીતે પાયમાલ થઈ ગયું છે. બિડેન રાજધાની કીવ પહોંચ્યા ત્યારે સાયરનના અવાજથી માહોલ ગુંજી ઉઠ્યો હતો. આ સાયરન સોમવારે સવારથી જ સક્રિય થઈ ગયા હતા. કિવમાં સત્તાવાળાઓએ લોકોને શેલ્ટર્સમાં જવા કહ્યું છે. યુક્રેન અને અમેરિકા બંનેને ડર છે કે રશિયા ફરી એકવાર યુદ્ધમાં મજબૂત થઈ રહ્યું છે. બિડેન પોલેન્ડ જવાના હતા પરંતુ યુક્રેન પહોંચીને વિદેશી બાબતોના નિષ્ણાતોને ચોંકાવી દીધા છે.


યુક્રેન પ્રવાસ ગુપ્ત રખાયો


બિડેનના આ યુક્રેન પ્રવાસને સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યો હતો. બિડેન પોલેન્ડની બોર્ડરથી ટ્રેન દ્વારા યુક્રેન પહોંચ્યા હતી. સુરક્ષા અધિકારીઓ તેમની મુલાકાતથી ખૂબ જ ચિંતિત હતા. પેન્ટાગોનના અધિકારીઓ અને સિક્રેટ સર્વિસ એજન્ટો ઈચ્છતા ન હતા કે બિડેન યુક્રેન જાય. બિડેન યુક્રેન જઈ રહ્યા છે તેનો કોઈને અણસાર પણ  આવ્યો નહોતો. 


યુક્રેનને 50 કરોડ ડોલરની મદદ


બિડેને યુક્રેનની રાજધાની કીવમાં તેમના યુક્રેનિયન સમકક્ષ વોલોડિમિર ઝેલેન્સકી અને તેમની પત્ની ઓલેના સાથે રાષ્ટ્રપતિ નિવાસસ્થાનમાં મુલાકાત કરી હતી. બિડેને કહ્યું કે અમેરિકા યુક્રેનને 50 કરોડ ડોલરના નવા હથિયારો આપવા જઈ રહ્યું છે. આમાં જેવલિન મિસાઇલ, હોવિત્ઝર અને શેલનો સમાવેશ થાય છે.



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે