અમેરિકાના પ્રમુખ બાઈડને પ્રધાનમંત્રી મોદીને આપ્યું આમંત્રણ, 22 જૂને PM માટે કરશે સ્ટેટ ડિનરનું આયોજન


  • Published By :
  • Published Date : 2023-05-10 22:18:07

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 જૂન 2023ના રોજ અમેરિકામાં સ્ટેટ ડિનરમાં હાજરી આપશે. પીએમ મોદીની સત્તાવાર સરકારી મુલાકાત દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન તેમની યજમાની કરશે. આ માહિતી વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મુલાકાત અમેરિકા અને ભારત વચ્ચેની ઊંડી અને ગાઢ ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. તે અમેરિકનો અને ભારતીયોને એક સાથે જોડશે.


વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા


વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મુલાકાત મુક્ત, ખુલ્લા, સમૃદ્ધ અને સુરક્ષિત ભારત-પેસિફિક ક્ષેત્ર માટે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરશે. આ સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને અવકાશ સહિત અમારી વ્યૂહાત્મક તકનીકી ભાગીદારીને વધારવાના અમારા સહિયારા સંકલ્પને મજબૂત કરશે. અમેરિકાના પ્રમુખ બિડેન સાથેની બેઠક દરમિયાન, બંને નેતાઓ  શૈક્ષણિક આદાનપ્રદાન અને લોકો વચ્ચેના સંબંધોને વધુ વિસ્તૃત કરવાના ઉપાયો પર ચર્ચા કરશે. આ સાથે, જ બંને દેશો ક્લાઈમેટ ચેન્જથી લઈને વર્કફોર્સ ડેવલપમેન્ટ અને હેલ્થ સિક્યુરિટી સુધીના પડકારોનો સામનો કરવા સાથે મળીને કામ કરીશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે