અમેરિકા H-1B વીઝાના નિયમોમાં કરશે ફેરફાર, બાઈડન વહીવટી તંત્રના આ નિર્ણયથી કોને થશે લાભ? જાણો


  • Published By :
  • Published Date : 2023-10-22 13:26:02

અમેરિકા H-1B વિઝા પ્રોગ્રામમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે, જે ભારતીય પ્રોફેશનલ્સમાં ખૂબ જ લોકપ્રિય છે. બાઈડન વહીવટી તંત્રએ આ અંગે એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેનો હેતુ નોકરીવાંચ્છુઓની લાયકાતને તર્કસંગત બનાવીને કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે, F-1 વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો અને બિન-લાભકારી સંસ્થાઓ માટે કામ કરતા લોકોને વધુ સુગમતા પ્રદાન કરવાનો છે.


વિઝાની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં 


વિઝાની સંખ્યામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ નિયમો 23 ઓક્ટોબરે ફેડરલ રજિસ્ટરમાં સત્તાવાર રીતે પ્રકાશિત કરવામાં આવશે. સંસદ દ્વારા નિર્ધારિત આ 60,000 વિઝાની સંખ્યા બદલ્યા વિના આ નિયમોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વર્તમાન પ્રક્રિયામાં, વ્યક્તિ જેટલી વધુ નોંધણીઓ સબમિટ કરે છે, તેટલી તેની પસંદગી થવાની શક્યતાઓ વધી જાય છે.


એક વ્યક્તિ એક જ વખત રજીસ્ટ્રેશન કરાવી શકશે


આ નવા પ્રસ્તાવ અંગે અમેરિકના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના સચિવ અલેજાન્ડ્રો એન મેયરાસે કહ્યું કે, બાઈડેન વહીવટીતંત્રની પ્રાથમિક્તા વૈશ્વિક પ્રતિભાને આકર્ષિત કરવી અને એમ્પ્લોયર પરનો અયોગ્ય બોજ ઘટાડવાની અને ઈમિગ્રેશન સિસ્ટમમાં છેતરપિંડી રોકવાની છે. વર્તમાન પ્રક્રિયામાં એક ઉમેદવાર અનેક વખત ઉમેદવારી નોંધાવી શકે છે. એવામાં તેની જ પસંદગી થવાની સંભાવના વધી જાય છે. હવે નવી દરખાસ્ત હેઠળ એક વ્યક્તિ એક જ ઉમેદવારી કરી શકશે, એવામાં વધુ લોકોને તક મળશે. આ સાથે જ નિષ્ણાત પદ માટે પાત્રતામાં સુધારો કરાયો છે, જેથી નિર્ણાયકો વચ્ચે પસંદગી અંગે કોઈ ભ્રમ ના રહે. જોકે, જરૂરી ડિગ્રી ક્ષેત્ર વચ્ચે સીધો સંબંધ જરૂરી છે. સાથે જ સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓ માટે એચ-૧બી વિઝાની યોગ્યતાને પણ ફ્લેક્સિબલ બનાવાઈ છે. આ સિવાય ઊભરતા ઉદ્યોગ સાહસિકો માટે વિઝા પાત્રતાના નિયમોમાં પણ ફેરફાર કરાશે. રિપોર્ટ્સ મુજબ સૂચિત નિયમોમાં એચ-1બી હેઠળ મળનારી છૂટનો લાભ નોન-ઈમિગ્રન્ટ સંસ્થાઓ અથવા સરકારી સંશોધન સંગઠનોને પણ આપવા વિચારણા ચાલી રહી છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) સૂચનો પછી આ નિયમોમાં ફેરફાર કરશે.


હજુ પણ નવા નિયમોનો થશે અમલ


અમેરિકનો હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ ઈમિગ્રેશન પ્રક્રિયાઓમાં સુધારો થાય તેવા નિયમો બનાવવા અને લાગુ કરવાનું ચાલુ રાખશે. સૂચિત ફેરફારોથી પાત્રતા આવશ્યક્તાઓને સરળ બનાવાશે. આ સુધારાથી અમેરિકામાં કામ કરતા વિદેશી કર્મચારીઓને લાભ થશે. ઉલ્લેખનિય છે કે એચ-1બી વિઝા મોટાભાગે ત્રણથી છ વર્ષ માટે એમ્પ્લોયર્સને વિદેશી કર્મચારીઓની ભરતી કરવા માટે ઈશ્યુ કરવામાં આવે છે, પરંતુ ગ્રીન કાર્ડ પ્રક્રિયા શરૂ કરાવી હોય તેવા એચ-1 બી ધારકો અનિશ્ચિત સમય સુધી  તેમના વર્ક વિઝા રીન્યુ કરાવે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે