અમેરિકાએ અરુણાચલ પર ચીનના દાવાને નકાર્યો, ભારતનું સમર્થન કરતો ઠરાવ US સેનેટમાં પસાર


  • Published By :
  • Published Date : 2023-03-15 14:16:31

અમેરિકાએ ચીન અને અરુણાચલ પ્રદેશને વિભાજિત કરતી મેકમોહન રેખાને આંતરરાષ્ટ્રીય સરહદ ગણી છે. આ મુદ્દે અમેરિકી સંસદમાં દ્વિપક્ષીય ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ માનવામાં આવે છે. દરખાસ્ત રજૂ કરનાર સાંસદ બિલ હેગર્ટી અને જેફ માર્કલે જણાવ્યું હતું કે 'જ્યારે ચીન ખુલ્લા અને મુક્ત હિંદ પ્રશાંત મહાસાગરમાં પડકારરૂપ બની રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકા તેના વ્યૂહાત્મક ભાગીદારો સાથે ખાસ કરીને ભારત સાથે ખભે ખભો મિલાવીને ઊભું રહે તે જરૂરી છે.


ચીનની સૈન્ય કાર્યવાહીની ટીકા 


અમેરિકી સંસદના આ દ્વિપક્ષીય ઠરાવમાં અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન ભાગ માનવામાં આવ્યો છે અને LAC પર યથાસ્થિતિ બદલવાના ચીનના પ્રયાસો અને ચીનની સૈન્ય કાર્યવાહીની ટીકા કરવામાં આવી છે. પ્રસ્તાવમાં અમેરિકા-ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને ક્વાંડમાં સહકાર વધારવાની વાત પણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકી સંસદનો આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે LACના પૂર્વ સેક્ટરમાં ચીનના સૈનિકો અને ભારતના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ રહી છે.


ભારત સાથે સંબંધો મજબૂત કરવા પર ભાર


અમેરિકાની સંસદમાં પસાર થયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા અરુણાચલ પ્રદેશને ચીનનું નહીં પણ ભારતનું અભિન્ન અંગ માને છે. અમેરિકાના સાંસદોએ એલએસી પર સૈન્ય બળ સાથે યથાસ્થિતિ બદલવાના ચીનના પ્રયાસો, વિવાદિત સ્થળો પર ચીન દ્વારા ગામડાઓ વસાવવા અને ચીનના નકશામાં અરુણાચલ પ્રદેશને પોતાના વિસ્તાર તરીકે દર્શાવવાના પ્રયાસોની પણ ટીકા કરી હતી. આ સાથે ભૂટાનની સરહદમાં ચીનના દાવાની પણ ટીકા કરવામાં આવી છે. અમેરિકાની સંસદના બંને પક્ષો દ્વારા સંયુક્ત રીતે રજૂ કરવામાં આવેલા આ ઠરાવમાં ચીનની ઉશ્કેરણીજનક કાર્યવાહી સામે ભારતના વલણની પણ પ્રશંસા કરવામાં આવી છે અને ભારત સાથે ટેકનિકલ, આર્થિક સંબંધોને મજબૂત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.



લોકસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટના ત્રણ નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણીના ઉમેદવારોની પ્રદેશ નેતાગીરીને આ મામલે રજૂઆત કરાઈ છે. ત્યારે ભાજપ ગમે ત્યારે આ મામલે એક્શન લઈ શકે છે....

આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે... ફરી એક વખત ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે..

થોડા સમય પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે જે મુજબ પીઆઈ ખાચરે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે

ગુજરાતીમાં આપણે ત્યાં અલગ અલગ સંબોધો માટે અલગ અલગ ઉપમા હોય છે પરંતુ ઈન્ગલિશમાં દરેક માટે એક જ શબ્દ વપરાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - બધુ તણાઈ ગયું.