US: રાષ્ટ્રપતિ પદ માટે ભારતીય મૂળના નિક્કી હેલીની ઉમેદવારીને મોટો ઝટકો, ન્યૂ હેમ્પશાયર જીઓપી પ્રાઈમરીમાં ટ્ર્મ્પની જીત


  • Published By :
  • Published Date : 2024-01-24 14:36:36

અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને નિક્કી હેલી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જો કે આ રેસમાં ટ્રમ્પ વધુ આગળ હોય તેવું જણાઈ રહ્યું છે. ટ્રમ્પે આયોવા કોકસમાં વિવેક રામસ્વામીને હરાવ્યા બાદ હવે તેમના કટ્ટર હરિફ નિક્કી હેલીને પણ ન્યૂ હેમ્પશાયરમાં હરાવ્યા છે. ન્યૂ હેમ્પશાયર જીઓપી પ્રાઈમરી (GOP Primary) જીત બાદ ટ્રમ્પનો આત્મવિશ્વાસ બુલંદ બન્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ 55.4% વોટ મળ્યા, જ્યારે ભારતીય મૂળની નિક્કી હેલીને 42% વોટ મળ્યા. બીજી તરફ ન્યૂ હેમ્પશાયરમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી જો બાઇડન જીત્યા છે. તેમને 66.8% મત મળ્યા. બીજા ક્રમે આવેલા ડીન ફિલિપ્સને માત્ર 20% વોટ મળ્યા હતા.


નિક્કી હેલી હાર માનવા તૈયાર નથી


ભારતીય મૂળના ઉમેદવાર નિક્કી હેલી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો પડકાર બની ગઇ છે. તેમણે ન્યૂ હેમ્પશાયરની પ્રાથમિક ચૂંટણી બાદ રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ટ્રમ્પ સામેથી ખસી જવાના ડોનાલ્ડ ટ્રમ્પની અપીલને પણ ફગાવી દીધી છે. નિક્કી હેલીએ રેસમાં ટકી રહેવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. એવી પણ ચર્ચા છે કે તે ટ્રમ્પના નોમિનેશનમાં અવરોધ બની શકે છે. એક મીડિયા સાથેની વાતચીતમાં હેલીએ તેના નિર્ણયો પર ટ્રમ્પના પ્રભાવને નકારી કાઢતાં કહ્યું કે ટ્રમ્પે તેને જે કરવાનું કહ્યું તે તેણે ક્યારેય કર્યું નથી. જ્યારે હેલીને પ્રાથમિક ચૂંટણી માટે તેમની અપેક્ષાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સફળતા માટે કોઈ માપદંડ નક્કી કરવાનું ટાળ્યું હતું.  ન્યૂ હેમ્પશાયરની પ્રાથમિક ચૂંટણીમાં હાર બાદ પણ હેલીએ આગામી 24 ફેબ્રુઆરીના રોજ તેમના ગૃહ રાજ્ય, દક્ષિણ કેરોલિનામા આગામી પ્રાઈમરીમાં એક લડાઈ લડવા માટેની તૈયારી કરી રહ્યા છે.  હવે દક્ષિણ કેરોલિનામા ટ્ર્મ્પ અને હેલી વચ્ચેના મુકાબલાનમાં કોની જીત થાય છે તેના પર સૌની નજર છે.


 ન્યૂ હેમ્પશાયરમાં ડેમોક્રેટિક પાર્ટીના બાઈડનની જીત


ન્યૂ હેમ્પશાયરમાં ડેમોક્રેટિક પાર્ટીની ચૂંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિ બાઇડનના નામની ગેરહાજરી હોવા છતાં, તેમણે પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે. હકીકતમાં પાર્ટીની ચૂંટણીની તારીખોની જાહેરાત પછી, બાઇડને ન્યૂ હેમ્પશાયરમાં ચૂંટણીની તારીખ લંબાવવા માટે અપીલ કરી હતી. જોકે, પાર્ટીએ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. આનાથી નારાજ થઈને બાઇડને ન્યૂ હેમ્પશાયરની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. આમ છતાં ડેમોક્રેટિક પાર્ટીમાં તેમના સમર્થકોએ ચૂંટણીમાં રાઇટ-ઇન-કેમ્પિન ચલાવ્યું, જેના કારણે બાઇડન ચૂંટણી જીત્યા હતા. રાઇટ-ઇન-ઉમેદવારનો મતલબ એ થાય છે કે જેમનું નામ મતપત્ર પર ન આવ્યું હોય તથા તેમણે પ્રચાર પણ કર્યો ન કર્યો હોય.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .