ડોનાલ્ડ ટ્રમ્પની હુતી બળવાખોરો સામે લાલ આંખ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-18 12:39:05

ઈરાન સમર્થિત યમનના હુતી  બળવાખોરોએ એક જાણકારી આપી છે કે , તેમણે યુએસના નૌકા દળ પર ફરી એક વાર અટેક કર્યો છે . આપને જણાવી દયિકે , થોડા સમય પેહલા યુએસએ યમનમાં હુતી બળવાખોરોના ઘણા ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી જેમાં ઓછામાં ઓછા ૩૧ લોકોના મોત થવાના સમાચાર સામે આવ્યા હતા . આજે આપણે જોઈશું કે કોણ છે આ યમનના હુતી બળવાખોરો અને કેમ તેમનું વલણ અમેરિકા અને ઇઝરાયેલ માટે આકરું છે ? થોડા સમય પેહલા યુએસએ હુતી બળવાખોરો પર સરપ્રાઈઝ અટેક લોન્ચ કર્યો જેમાં તેમના ૩૧ લોકોના મોત થયા અને ૧૦૧ લોકો ઘાયલ થયા હતા . આ મામલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ પોતે આખા યુએસ નેવીના ઓપેરેશન દરમ્યાન વોચ રાખી હતી .

Donald Trump - Wikipedia

પ્લેટફોર્મ X પર ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વીટ કરતા લખ્યું છે કે , " આજે મેં આ હુતી  બળવાખોરો પર યમનમાં અટેક કરવા માટે આદેશ આપ્યો હતો . તેમનો સમય હવે પૂરો થઈ ચુક્યો છે . તેઓ અમેરિકાની વિરુદ્ધમાં સતત લૂંટ , હિંસા અને ચાંચિયાગીરી કરી રહ્યા હતા . આ એક્શન યુએસ દ્વારા એટલે લેવામાં આવ્યા છે કેમ કે , સુએઝ કેનાલ , રાતા સમુદ્ર અને ગલ્ફ ઓફ એડનમાંથી વ્યાપારી જહાજો શાંતિથી પસાર થઈ શકે . આ મામલે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન નબળા પડ્યા હતા . " તેમણે આ ટ્વીટમાં ઈરાનને પણ ચેતવણી આપતા કહ્યું હતું કે ," તમારું હુતી બળવાખોરોને સમર્થન તરત જ અટકાવી દો . અમેરિકન લોકો , રાષ્ટ્રપતિ કે જેમને ઇતિહાસમાં સૌથી મજબૂત જનાદેશ મળ્યો છે સાથેજ વૈશ્વિક જળમાર્ગો પર કોઈ પણ રીતનું જોખમ ઉભું ના  કરો  . જો હજી તમે ના અટક્યા તો અમેરિકા તમને સંપૂર્ણ રીતે જવાબદાર ગણશે. " 

સૌથી રસપ્રદ બાબત એ છે કે , ઈરાને આ વખતે હુતી બળવાખોરોથી છેડો ફાડી લીધો છે . સાથે જ હુતી  બળવાખોરોને મદદ કરવાની વાત પણ નકારી દીધી છે .  યમન પશ્ચિમ એશિયાનો એક એવો દેશ જે પાછલા ઘણા વર્ષોથી અશાંત છે કેમ કે ત્યાંના કેટલાક ભાગો પર ઈરાન સમર્થિત શિયા  બળવાખોરો હુતી સંગઠનનું રાજ છે . ૨૦૨૩નું વર્ષ તેમાં ઓક્ટોબરની  ૭ તારીખ જ્યારથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધ શરુ થયું છે તે પછી વેસ્ટ એશિયામાં અશાંતિ વધી છે . જોકે ઇઝરાયેલએ હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ અને હમાસના ચીફ યાહ્યા સીનવારની હત્યા પછી ઈરાન નબળું પડ્યું છે . આ સાથે જ સીરિયામાં ડિસેમ્બર , ૨૦૨૪માં બશર અલ અસદના શાસનનો પણ અંત આવ્યો જેને ઈરાનનું ભરપૂર સમર્થન હતું . હવે સમગ્ર પશ્ચિમ એશિયામાં એક જ એવું આતંકવાદી સંગઠન છે જેનું નામ છે હુતી બળવાખોર તેના હુમલાઓ રાતા સમુદ્રમાં યુએસ અને પશ્ચિમી દેશોના જહાજો પર ચાલુ છે . આટલુંજ નથી , હુતી બળવાખોરોએ તો છેક યમનથી ૨૦૦૦ કિમી દૂર ઇઝરાયેલ પર બેલીસ્ટીક મિસાઇલોથી હુમલો કરતા રહ્યા છે . 

તો આપણે જાણીશું કે કેમ હુથી બળવાખોરોનું પશ્ચિમ એશિયામાં પ્રભુત્વ યથાવત છે . પહેલું તેમની પાસે ઈરાનનું સમર્થન છે . ઈરાન આ હુતી બળવાખોરોને તમામ હથિયાર , લોજિસ્ટિક્સ , ડ્રોન્સ આપે છે . આ પેહલી વાર નથી કે , રાતા સમુદ્રના જળમાર્ગને સુરક્ષિત કરવા યુએસએ સ્ટ્રાઇક કરવી પડી છે . આ અગાઉ ઓપરેશન પોસેઇડોન આર્ચર , જાન્યુઆરી ૨૦૨૪ , ઓપરેશન પ્રોસપરીટી ગાર્ડિઅન ડિસેમ્બર ૨૦૨૩માં લોન્ચ કરવામાં આવ્યું હતું .તેમ છતાં હુતી બળવાખોરોએ બબ- અલ- મંદાબ નામની સમુદ્રધુનીમાં હુમલાઓ ચાલુ રાખ્યા હતા .    આટલુંજ નહિ હુથી બળવાખોરોએ ૨૦૧૯માં સાઉદી અરેબિયામાં અરામ્કો કંપનીના તેલના કુવાઓ પર ડ્રોનથી હુમલો કર્યો હતો . અહીં એક મહત્વની વાત એ છે કે , સાઉદી અરેબિયા અને યુએઈ હવે હુતી બળવાખોરોની વિરુદ્ધના કોઈ પણ ઓપરેશનમાં ભાગ નથી ભજવી રહ્યા . કેમ કે આ બેઉ દેશો હાલમાં પોતાના અર્થતંત્રને મજબૂત કરવામાં લાગેલા છે . તે માટે તેઓ રોકાણને આકર્ષી  રહ્યા છે . માટે કોઈ પણ લશ્કરી ગતિવિધિ સાઉદી અરેબિયા અને યુએઈને મળતા રોકાણને નુકશાન કરી શકે છે . બીજી તરફ સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે સબંધો સામાન્ય થવા લાગ્યા છે . ૨૦૨૩માં ચાઈનાની અધ્યક્ષતામાં બેઉ દેશોએ કરારો કર્યા હતા . તેનો ખુલ્લો લાભ હવે હુતી  બળવાખોરો ઉપાડી રહ્યા છે .હવે હુથી બળવાખોરો માત્ર અમેરિકા અને પશ્ચિમી દેશોને નિશાન બનાવી રહ્યા છે .  તો હવે જોઈએ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાં સુધી હુતી બળવાખોરોને અટકાવી શકે છે .           



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.