Rajkot Game Zone મામલે વજુભાઈ વાળાનું નિવેદન, આક્રોશ વ્યક્ત કરતા કહ્યું, તટસ્થ તપાસ થવી જ જોઈએ, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-31 15:40:01

રાજકોટમાં બનેલી દૂર્ઘટનાને અગ્નિકાંડ કહેવું કે હત્યાકાંડ એ જ સમજાતું નથી.. એકસાથે 28 લોકો જીવતા આગમાં હોમાય ગયા.. પરિવારજનોની આંખમાં આંસુ સુકાયા નથી... ન્યાયની આશા છે તમામ લોકોને... જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા સૌ કોઈ માંગ કરી રહ્યું છે... લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે... ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ એકવાર આક્રોશ વ્યક્ત કર્યો છે... રુપિયા વગર કોઈ કામ થતું નથી તેવુ કહી અધિકારીરાજ પર ગુસ્સે થયા છે.. 


બાબુરાજ અધિકારી રાજ સામે વ્યક્ત કર્યો રોષ

શનિવારે રાજકોટમાં થયેલા અગ્નિકાંડ મામલે અનેક પ્રતિક્રિયા સામે આવી રહી છે. ભાજપના અનેક નેતાઓની આ ઘટના બાદ પ્રતિક્રિયા સામે આવી છે. થોડા સમય પહેલા ભાજપના દિગ્ગજ નેતા ભરત કાનાબારની પ્રતિક્રિયા સામે આવી હતી ત્યારે હવે આ અગ્નિકાંડને લઈ વજૂભાઈ વાળાનું નિવેદન સામે આવ્યું છે.. એક ખાનગી ચેનલ પર આપેલા ઈન્ટરવ્યુમાં વજુભાઈ વાળાએ પ્રશાસન વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો. બાબુરાજ અધિકારી રાજ સામે રોષ વ્યક્ત કર્યો છે...  સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારે માજા મુકી હોવાના આરોપ સાથે રુપિયા આપ્યા વગર સરકારી કચેરીમાં કામ ન થતા હોવાનો પણ આરોપ લગાવ્યો... સામાન્ય નાગરિક પરેશાન હોવાની પણ વાત કરી... 



પ્રતિક્રિયા આપતા વજુભાઈ વાળાએ શું કહ્યું? 

અગ્નિકાંડમાં કોઈને છાવરવામાં ન આવે અને જવાબદાર સામે કાર્યવાહી થવી જ જોઈએ તેવો સ્પષ્ટ મત તેમણે વ્યક્ત કર્યો છે... આક્રોશ વ્યક્ત કરતા વજુભાઈએ કહ્યું છે કે,

તપાસ કરે ઈ મહત્વની વાત નથી. તપાસની અંદર જે મુદ્દા નીકળે તેની સામે કડક હાથે કાર્યવાહી કરે એ જ મહત્વની વાત છે.. તપાસ તો અત્યાર સુધીમાં અનેક જગ્યાએ અનેક પ્રકારની તપાસ થઈ છે.. પણ તપાસ પછી કાર્યવાહી શું કરી અને કાર્યવાહીનું પરિણામ શું આવ્યું ઈ મહત્વની વાત છે..  શું ભ્રષ્ટ અધિકારીઓ જેલ ભેગા થશે ખરા આ સવાલના જવાબમાં અધિકારીઓ નિર્દોષ હોય તો એની  સામે કાર્યવાહી ન કરવી જોઈએ જો અધિકારીઓ દોષિત હોય અને આની અંદર સંકળાયેલા હોય તો અધિકારી સામે પણ કાર્યવાહી કરવી જોઈ, કરવી જોઈ અને કરવી જોઈ... 



શું દિવસે અને દિવસે ભ્રષ્ટાચાર વધતો જાય છે... 

દિવસે દિવસે જે ઓફિસરો છે ને એ બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. અત્યારે કોઈપણ ડિપાર્ટમેન્ટમાં જાવ તો એક જ વાત હશે કે રુપિયા આપો તો જ તમારુ કામ થાય. રુપિયા નો આપો તો ચૂંટાયેલા લોકોને પણ આ ઓફિસરો દાદ દેતા નથી... કારણ કે એડમિનિસ્ટ્રેશન માટેની સર્વ સત્તા આ કર્મચારીઓના જ હાથમાં છે. અને એકપણ કર્મચારી જો તમે કોર્પોરેશનમાં જઈને જોશો તો રુપિયા આપ્યા વગર ક્યાંય કામ થાતું નથી.. ફક્ત આ નહીં તમે ગમે ત્યાં જાવ તો કર્મચારી વર્ગ એટલો બધો ફૂલ્યો ફાલ્યો છે કે જેને કોઈની બીક નથી. અને કોઈ જાતના રોક-ટોક વગર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. 


ભ્રષ્ટાચાર, બેદરકારી, દૂર્ઘટના ન થાય એના માટે આપણે સૌ શું કરી શકીએ.. 

જો ભાઈ, કોર્પોરેશનમાં અંદર દરેક વોર્ડમાં એક અધિકારી હોય છે જેને આખા કોર્પોરેશનનું ધ્યાન રાખવાનું હોય છે. કોર્પોરેશનમાં કઈ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થયા છે. એ ગેરકાયદે બાંધકામ અધિકારીની રહેમરાહે અથવા તો એની મીઠી નજર હેઠળ જ થતા હોય છે. અને જે લોકો મીઠી નજરમાં ન આવે ઈ લોકોએ બાંધકામ કે મકાન કાયદેસર કાર્યવાહી અંતર્ગત દૂર કરવું પડે છે. આ બધા અધિકારીઓ છે ને એને સીધા કરવાની જરુર છે. કે તમારુ કર્તવ્ય અને તમારી ફરજ બજાવો, ગમે ઈ માણસ ગેરકાયદે કામ કરતો હોય તેને અટકાવો. દરેક વોર્ડની અંદર ક્યાં વિભાગની અંદર ગેરકાયદે કામ થાય છે તે અધિકારીઓને ખબર હોય જ છે... એની સામે કાર્યવાહી કરવી જોઈએ..


રાજ્યસભાના સાંસદ રામમોકરિયાને વર્ષો પહેલા 70 હજાર રુપિયા આપવા પડ્યા હતા. આ કેટલું ઘાતક આ સવાલના જવાબમાં વજુભાઈ કહે છે, 

 

કોઈપણ માણસ છેને, કોઈ માણસ કરપ્શનના પૈસા લ્યે કે કરપ્શનના પૈસા આપવા પડે એવી પરિસ્થિતિ હોવી ન જોઈએ. આની અંદર કોર્પોરેશનને કે સરકારી અધિકારીને પૈસા આપનાર પ્રજાના પ્રતિનિધીએ સાત વાર વિચાર કરીને પૈસા આપવા જોઈએ.... ગમે એવા કામ હોય ચૂંટાયેલા લોકોએ અધિકારીઓને કે કર્મચારીઓને એક રુપિયો પણ આપવો ન જોઈએ... જો ભાઈ ઘણીવાર જે માણસો ધંધો કરતા હોય છેને એને એમ થાય કે ધંધાની અંદર આ લોકો કોઈક વાંધો કાઢશે અને એ વાંધો અમારો પાંચ વર્ષ ચાલશે એના બદલે જે આપવાનું છે એ આપી દ્યો અને પુરુ કરો ઈ આપવા વાળાની 101 ટકા નબળાઈ કહેવાય.,


અગ્નિકાંડમાં ખરેખર ન્યાય થશે અને કસુવારોને સજા કોર્ટે આપે એવા પુરાવા રજુ કરાશે તેના પર તમને કેટલો ભરોસો.. 

અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે. અને અધિકારીઓની જે પુછપરછ થઈ રહી છે તેની સામે આપણે નથી કહેતા કે તમામ નિર્દોષ હોય તેને પણ સજા થવી જોઈએ. પણ એની અંદર જેની જવાબદારી છે અને જવાબદારી નિભાવી નથી એવા લોકો દોષિત હોય તો એની સામે કામ કરવું જોઈએ, કાર્યવાહી કરવી જોઈએ, જેનાથી ગુજરાતના તમામ અધિકારીઓ સચેત રહે અને પોતાની જવાબદારી પ્રત્યે પુરેપુરી કાર્યવાહી કરે. ભાજપના અનેક નેતાઓ અવાજ ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે..  



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.