વંદે ભારત ટ્રેનની કરાઈ કાયાપલટ! હવેથી આ રંગની ટ્રેન દોડશે ટ્રેક પર! અશ્વિની વૈષ્ણવે આપી માહિતી


  • Published By :
  • Published Date : 2023-07-09 11:59:41

દેશના અનેક રૂટ પર વંદે ભારત ટ્રેન દોડી રહી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવે છે. થોડા સમય પહેલા દેશને 2 વંદે ભારત ટ્રેનની ભેટ મળી હતી. ટ્રેનના ટિકિટના ભાડા ઘટશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ભાડા ઘટશે કે નહીં એ અંગે હાલ ચર્ચા નથી કરી પરંતુ આ બધા વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે હવેથી વંદે ભારત સફેદ નહીં પરંતુ કેસરિયા રંગની ટ્રેન ટ્રેક પર દોડશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અનેક તસવીરો શેર કરી છે. આ અંગે માહિતી આપતા રેલવે અધિકારીએ જણાવ્યું કે,  વંદે ભારત એક્સપ્રેસના કુલ 25 રેક નિર્ધારિત માર્ગ પર ચાલી રહી છે, બે રેક આરક્ષિત છે. સ્વદેશી ટ્રેનની 28મી રેકનો નવો રંગ ભારતીય તિરંગાથી પ્રેરિત છે અને તેનો રંગ બદલવામાં આવી રહ્યો છે.  

     

ઓરેન્જ કલરમાં દેખાશે વંદે ભારત ટ્રેન!

વંદે ભારત એક્સપ્રેસ હવે નવા રંગરૂપમાં જોવા મળશે. જી હા, પહેલા જે સફેદ રંગની ટ્રેન દેખાતી હતી તે હવે ભગવા રંગમાં દેખાશે. આ અંગેની જાણકારી સ્વયં કેન્દ્રીય રેલવ મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી છે. પોતાના ટ્વિટ પર કેન્દ્રીય મંત્રીએ અનેક ફોટો શેર કર્યા હતા જેમાં નવી વંદે ભારત ટ્રેન કેસરી, સફેદ અને બ્લેક રંગમાં દેખાશે. રેલવે મંત્રી ચેન્નાઈમાં ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. રેલવે મંત્રીએ જાણકારી આપતા કહ્યું કે કેસરી રંગ ત્રિરંગાથી પ્રેરિત છે.     


ટ્રેનની સુવિધામાં કરાયા છે અનેક ફેરફાર 

ભગવા રંગ વાળી વંદે ભારત ટ્રેન હાલ ટ્રેક પર નથી દોડી રહી. હાલ તે ચેન્નાઈમાં ઈંટાગ્રલ કોચ ફેક્ટરીમાં ઉભી છે. આ એ જગ્યા છે જ્યાં વંદે ભારત ટ્રેનનું નિર્માણ થાય છે. મહત્વનું છે કે વંદે ભારત ટ્રેનમાં અનેક સુધારા કરવામાં આવી રહ્યા છે. હજી સુધી ટ્રેનમાં 25 સુધારા કરવામાં આવ્યા છે અને આ જે કલર બદલાવમાં આવ્યો છે તે પણ ચેન્જના ભાગરૂપે છે. જેમ જેમ ફીડબેક મળી રહ્યા છે તેમ તેમ સુધારા કરવામાં આવી રહ્યા છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે