79 વર્ષની ઉંંમરે પીઢ અભિનેતા અરૂણ બાલીનું થયું અવસાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 12:45:34

બોલિવુડના દિગ્ગજ નેતા અને અનેક સિરિયલમાં પાત્ર ભજવનાર અરૂણ બાલીનું 79 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમને Myasthenia Gravis નામની બીમારી હતી. ઘણા સમયથી આ બીમારી સામે તેઓ ઝઝુમી રહ્યા હતા પરંતુ અંતે તેવો આ બીમારી સામે હારી ગયા.

અનેક ફિલ્મો તેમજ સિરિયલમાં કર્યો છે અભિનય

પોતાના કરિયરની શરૂઆત અરૂણ બાલીએ 90'sમાં કરી હતી.  ફિલ્મો ઉપરાંત અનેક સિરિયલ જેવી કે કુમકુમ અને બાબુલ કી દુઆએ લેતી જા, સ્વાભિમાન, ધ ગ્રેટ મરાઠા, દેવો કે દેવ મહાદેવ જેવી પ્રસિદ્ધ સિરિયલોમાં તેમણે અભિનય કર્યો હતો. અનેક બોલિવુડ ફિલ્મો જેવી કે સબસે બડા ખિલાડી, સત્યા, હે રામ, 3 idiots, ખલનાયક, રાજુ બન ગયા જેન્ટલમેન જેવી અનેક ફિલ્મોમાં પણ તેમણે અભિનય કર્યો હતો. 'ગુડ બાય' માં પણ તેમણે અભિનય કર્યો હતો. ગુડ બાય 7 ઓક્ટબરના રોજ રિલિઝ થઈ છે પરંતુ પોતાની ફિલ્મને જોવા અરૂણ બાલી આ દુનિયામાં રહ્યા નથી.  



દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...

નશો કરવાની આદત અનેક લોકોને હોય છે. ખબર હોય છે કે નશો કરવાથી તેમની જીંદગી ટૂંકી જાય છે તો પણ અનેક લોકો નશો કરતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નશો ના કરવો જોઈએ તેને સમર્પિત એક રચના..

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે એક વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.