રાહુલ ગાંધીના ભાષણ પર ઉપરાષ્ટ્રપતિએ આપી હતી પ્રતિક્રિયા, ઉપરાષ્ટ્રપતિના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર


  • Published By :
  • Published Date : 2023-03-10 11:30:40

રાહુલ ગાંધીએ લંડનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર લીધો હતો તે બાદ સંસદમાં પણ ભાષણ આપ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે ભારતની સંસદમાં વિપક્ષના માઈક બંધ કરી દેવામાં આવે છે. આ ભાષણની ટીકા થઈ રહી છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાહુલના ભાષણ પર નારાજગી વ્યક્ત કરી છે. નામ લીધા વગર તેમણે કહ્યું કે વિદેશી ધરતીથી એવું કહેવું કે સંસદમાં માઈક બંધ કરી દેવાય છે તે એક પ્રકારથી જૂઠાણું ફેલાવાનો પ્રયાસ છે. ઉપરાષ્ટ્રપતિના આ નિવદેન પર કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે. 

ઉપરાષ્ટ્રપતિએ નામ લીધા વગર કર્યા રાહુલ ગાંધી પર પ્રહાર          

રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા ભાષણ પર અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. ભાજપ પણ આ મુદ્દે આક્રામક દેખાઈ હતી. ત્યારે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા સંસદ અંગેના ભાષણ પર ઉપરાષ્ટ્રપતિએ પ્રતિક્રિયા આપી છે. નવી દિલ્હી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જગદીપ ધનખડે નામ લીધા વગર રાહુલ ગાંધીના ભાષણને લઈ નારાજગી દર્શાવી હતી. બ્રિટિશ સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતની સંસદમાં વિપક્ષના માઈક જ બંધ કરી દેવામાં આવે છે. આ અંગે પ્રતિક્રિયા આપતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે વિદેશી ધરતીથી એવું કહેવું કે સંસદમાં માઈક બંધ કરી દેવાય છે તે એક પ્રકારથી જૂઠાણું ફેલાવાનો પ્રયાસ છે. ઉપરાષ્ટ્રપતિના આ નિવેદન પર કોંગ્રેસે પલટવાર કર્યો છે. 


જયરામ રમેશે આપી પ્રતિક્રિયા

જગદીપ ધનખડના નિવેદન પર પલટવાર કરતા કોંગ્રેસે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ તરીકે એક અમ્પાયર હોય છે. તે કોઈ પાર્ટી માટે લીડર હોઈ શકે નહી. જયરામ રમેશે પણ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ લંડનમાં આપેલાં ભાષણમાં કેટલીક જરૂરી ટિપ્પણી કરી છે. તે અંગે ઉપરાષ્ટ્રપતિનું નિવેદન નિરાશાજનક છે. ભારતનું ઉપરાષ્ટ્રપતિ કાર્યાલય સંવૈધાનિક છે. આ સંવિધાનથી રાજ્યસભાના અધ્યક્ષ હોવાની જવાબદારી વધુ હોય છે. એટલે તેમણે કોઈપણ રાજકીય દળ પ્રત્યે લગાવ અને કોઈ પક્ષ પૂર્વાગ્રહથી મુક્ત હોવું જોઈએ.    




IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .